પ્રેમ
હું તને અનહદ પ્રેમ કરું છું,
માટે જ હું તારામાં જીવું છું,
તારામાં જ મારો દિવસ શરૂ કરું છું,
ને તારામાં જ મારો દિવસ પૂરો કરું છું,
નીંદર પણ તારામાં જ લઉં છું,
ને સપના પણ તારા જ જોવ છું,
કામ કરીને જ્યારે થાકી જાવ છું,
ત્યારે તારામાં જ આરામ કરું છું,
હું તને અનહદ પ્રેમ કરું છું,
માટે જ તારી ચિંતા કરું છું,
ને તારી કાળજી રાખું છું,
માટે જ હું તને જોવ છું,
ને દરેક પળ તને યાદ કરું છું,
હું તને અનહદ પ્રેમ કરું છું,
માટે જ હું તારામાં જીવું છું,
અને માટે જ મારે તારામાં મરવું છે.
-"શૈલ" શૈશવ