💫રાધા- કાન્હાની વાત💫
રાધા તારાં પ્રેમમાં હશે કંઈક તો વાત,
અમથો ન્હોતો ખોવાયો તારામાં જગતનો નાથ.
વ્રજવાસીનાં હૈયે વસેલી છે, રાધે તું પણ આજ,
વાંસળીનાં સૂર સાંભળી તું જાતી ગોપી કાજ.
ધેનુ ચરાવતો ગોવાળિયો પણ "રાધે" પુકારી લીલા ગાય છે આજ,
અમથો ન્હોતો થયો ઘેલો તારામાં જગતનો નાથ,
અંત સુધી રહેલો હતો રાધા❣️કાન્હાનો સાથ...✍️
💞રાધે રાધે💖