Quotes by GIRLy Quotes in Bitesapp read free

GIRLy Quotes

GIRLy Quotes

@hindbharat


એ પોતાની પત્ની સાથે
પોતાનાં બાળકો સાથે ખુશ છે..
Breakup ના ફક્ત થોડાં જ દિવસો માં..
અને તમે એનાં ફોટોસ વિડિઓઝ જોઈ રડ્યાં કરો છો..

પણ આ જ એક એક્સ્ટ્રા મેરીટલ અફેર ની સચ્ચાઈ છે.

પુરુષ અફેર માં લાગણી શોધવા ક્યારેય નથી જોડાતો ..

એ એની જીંદગી માં ખુશ જ હોય છે.
એ જોડાય છે ફક્ત એક એક્સાઈટમેન્ટ માટે, જિંદગી માં કંઈક નવું ટ્રાય કરવાં માટે.

એને તમારી લાગણી થી કોઈ મતલબ જ નથી હોતો,
એને showoff કરવો હોય છે કે હજુ પણ હું બીજી ત્રીજી ને ફેરવી શકું છું..

જ્યારે તમારાં માટે એ પ્રાયોરિટી બની ગયો હોય..
અને તમે ફેમિલી થી, હસબન્ડ થી છુપાઈ આડા અવળા ય જઈ એને msg કરી લો છો...
કોલ કરી લો છો..

ત્યાં સામે પક્ષે..
તમને કહેવામાં આવશે કે હું ઘરે હોવ ત્યારે મને કોલ કે msg ના કરવાં..

એને પોતાની મેરેજ લાઇફ બચાવી રાખવી હોય છે.
જ્યારે તમે એનાં પર બધું કુરબાન કરી બેઠા હોવ છો..

જેને પ્રેમ સમજી તમે કોઈક ના પતિ ને પોતાનો માની બેઠા હોવ છો,
એ સમાજ માં ગર્વ થી પોતાની પત્ની નો હાથ પકડી ચાલતો હોય છે.
જે અવાર નવાર તમને ફીલ કરાવતો રહે જ છે કે તમે બહાર ના છો..

પણ,
યાદ રાખો, જ્યારે એક સમય એવો આવશે કે એણે તમને અને પોતાનાં પત્ની બાળકો માં થી પસંદગી કરવાની આવશે..
ત્યારે એ તમને કોઈ બજારુ સ્ત્રી ની જેમ જિંદગી માં થી કાઢી ફેંકશે..

કેટલાયે લાંછન તમારાં ચરિત્ર પર લગાવશે,
ખુદ ને પત્ની પાસે સાચો સાબિત કરવાં..

એક એવા પુરુષ કે જેના માટે તમે ફક્ત એક વસ્તુ છો એની પાછળ જીંદગી બરબાદ કરવા કરતાં...

ખુદ ના ફેમિલી પર ધ્યાન દો,
કોઈનો પતિ ક્યારેય તમારો થવાનો ય નથી.

Read More