Quotes by Mrugzal in Bitesapp read free

Mrugzal

Mrugzal

@johanjohan3745
(4.3k)

રંગ છે તારો ને સંગ પણ છે તારો,
એટલે જ નથી કોઈથી હું નોંધારો.
- Mrugzal

દુનિયાના દરવાજે રોજ સૌ મળે છે,
તોય હૃદયમાં તો એક તું જ ભળે છે.

#Mrugzal
#TeaLover
#EmptyHeart

જોઈલે સંધ્યા પણ કેવી છે ચમકતી,
ચાલ ને પીયે એક કપ ચાય છલકતી.
- મૃગજળ

#TeaLover
#EmptyHeart

મસ્ત મજાની તું અને તારા તેવર
નથી પહેર્યા એકેય તોય તેં ઝેવર

નસો છે મને તારો મારી નસેનસમાં
વસે છે એટલે જ મારા રોમેરોમમાં
મસ્ત મજાની તું.....

રંગ જોઈ રિસાતો પણ નથી મનમાં
આખરે તું જ રહે છે ને મારા તનમાં

નજીક આવીને કહેને આ કાનમાં
એક તું જ છે મારા આ જીવનમાં

પછી હોય લાગણીની કાયમ લહેર
મસ્ત મજાની તું અને તારા તેવર...

Read More

ઉકળતી તું અંગારે અને વહેતી અંગેઅંગમાં,
ચમકતી હોય મારી શાન તું હોય સંગેસંગમાં,
ભળતી આવતી તારી ભાત મળતી રગેરગમાં,
પછી તો કેમ ન હોય જિંદગી ભરપૂર રંગેરંગમાં.
#TeaLover

Read More

મન છે ક્યારેક મુંજાઈ પણ ખરું!!
એમાં મુકાઈ થોડો મોહ મલકનો,

છૂટે લાગણીની પળો તો કેમ કરે છે દેકારો,
ક્યારેક રૂબરૂ મળવાનો એક તો દે પડકારો,

લાગણીના સંબંધમાં તારો જ છે સહારો,
પછી હૃદયને ક્યાંથી મળે મોળો હોંકારો,

જામ્યો છે જામ એક કપ ચાયથી છલકતો
વહાલાં એમાંય મુકાઇ થોડો મોહ મલકનો..

#TeaLover
#Mrugzal
#EmptyHeart

Read More

તારુ એક એક ટીપું મારા તનમાં સમાઈ,
પછી તો મને હૃદયથી તું કેમ કરી ભૂલાઈ.

#TeaLover
#Mrugzal
#EmptyHeart

જ્યારે હૃદયના દ્વારેથી કોઈક દૂર જાય છે,
ત્યારે તું જ કેમ મારી પસંદ બની જાય છે,

સાચું કહું તો, તું ચાય જ છે ને?
તારા માટે કેમ હૃદયના દ્વાર ખુલી જાય છે.

#TeaLover
#Mrugzal
#EmptyHeart

Read More

રગેરગમાં એક મીઠી તલપ થઈને એ વહેતી,
જરા પૂછોને આ હૃદયને ક્યાંથી એ વહેતી,

સુખ દુઃખમાં એ હંમેશા સાથે રહેતી,
ચા છે ને હંમેશા ચાહત બની રહેતી,

જરા પૂછોને આ હૃદયને ક્યાંથી એ વહેતી...

#TeaLover
#Mrugzal
#EmptyHeart

Read More

તું ચાય નહીં ચાહત છે મારી,
હાલને એક ઘૂંટ લઈએ મારી,

જો નહીં બદલે હવે રંગ પણ તારો,
તો કેમ? છૂટશે હવે સંગ પણ મારો,

હાલને એક ઘૂંટ લઈએ મારી...

#TeaLover
#Mrugzal
#EmptyHeart

Read More