ના એણે મને, ના મેં એને કહી છે.
અહીં લાગણી તો સહજથી વહી છે.
નદી છે એ માનીને દીધી વળાવી.
પછી તો દીકરીઓ તો દરિયો થઇ છે.
જઇને પછી પણ એ ના જઇ શકી તો.
બની માવઠું આંખે વરસી ગઇ છે.
કહી “આવજો” એ તો ચાલી ગઈ પણ,
હજી આંગળી પર, જો વળગી રહી છે.
…..સાકેત દવે.
🥵
- Umakant