Quotes by Umakant in Bitesapp read free

Umakant

Umakant

@mehtaumakantoutlook.com109738


“हम को मालूम है
जन्नत की हक़ीक़त
लेकिन
दिल के ख़ुश रखने को
'ग़ालिब' ये ख़याल अच्छा है”
💕
- Umakant

“જો સાચે જ સ્ત્રી સન્માનની વાત કરવી હોય તો પહેલાં સ્ત્રીએ જ, અન્ય સ્ત્રીને સન્માન આપતા શીખવું પડશે. સ્ત્રીએ જ બીજી સ્ત્રીના સંસારને નષ્ટ નહીં કરવાનું વચન પોતાની જાતને આપવું પડશે. સ્ત્રીએ જ, બીજી સ્ત્રીના મિત્ર-સાથી કે સપોર્ટ બનવું પડશે.”
🙏
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
દાઝેલાના ઘા:-

દાઝેલાના ઘા પર મહેંદીના પાન વાટીને
લગાડવાથી (ચોપડવાથી) આરામ મળે છે.
🧘
- Umakant

“સ્ત્રી, સન્માનની વાતો કરે છે, આત્મગૌરવનો ઝંડો ઉપાડીને ફેમિનિસ્ટ બનીને યુધ્ધે ચડે છે. "અમારે ટૂંકા કપડા પહેરવા છે, રાત્રે ફરવું છે, સિગરેટ પીવી છે અને પુરુષોની જેમ અમને પણ બધા અધિકારો જોઈએ છે..." કહીને ક્યાંક સ્ત્રી પોતાનું ગૌરવ ઓછું નથી કરતી ? આપણે શું કામ "કોઈ"જેવા થવું છે ? સરખામણી નહિ, ઈચ્છાથી જે ગમે તે કરવું...
બીજા કરે માટે?...ના!!!
વસ્ત્ર, વાણી,વિચાર અને વર્તન એ સૌનો સમાન અધિકાર છે, પણ દેખાદેખી !?
બિલકુલ સાચી નથી.
પોતાની સલામતી ની જવાબદારી લઈ શકીએ, માણસ ઓળખવાની સમજ હોય તો બધું કરાય પણ, જો એ ના હોય તો પહેલાં પોતાની સલામતી માટે સજ્જ થવું રહ્યું..

કુદરતે સૌને જુદા બનાવ્યા છે, એ અલગપણું, એ અનોખી ભાત, અને જાત જાળવી રાખવામાં જ વધુ આત્મગૌરવ નથી ? જો સાચે જ સ્ત્રી સન્માનની વાત કરવી હોય તો પહેલાં સ્ત્રીએ જ, અન્ય સ્ત્રીને સન્માન આપતા શીખવું પડશે. સ્ત્રીએ જ બીજી સ્ત્રીના સંસારને નષ્ટ નહીં કરવાનું વચન પોતાની જાતને આપવું પડશે. સ્ત્રીએ જ, બીજી સ્ત્રીના મિત્ર-સાથી કે સપોર્ટ બનવું પડશે. આપણે અજાણતાં જ પુરુષો પાસેથી સન્માનની આશા રાખીએ છીએ ને કદાચ એટલે જ આપણને વધુ નિરાશા થાય છે. એક મા જ્યારે પોતાના દીકરાને ઉછેરે ત્યારે એણે સ્ત્રી સન્માન શીખવવાનું છે. એક સાસુ જ્યારે પોતાના પુત્રને પરણાવે ત્યારે એણે સ્ત્રી સન્માન શીખવવાનું છે. એક ભાઈને બહેન સાથે કઈ રીતે વર્તવું એ શીખવવાની ફરજ મા કે દાદીની છે...
પુરુષનો ઉછેર સ્ત્રી કરે છે, જો સ્ત્રી જ પોતાના ઘરમાં ઉછરી રહેલા પુરૂષને સ્ત્રી સન્માન શીખવે, તો બહાર ક્યાંય સન્માન કે આત્મગૌરવનું યુધ્ધ કરવા જવાની ક્યાં જરૂર છે ?”

Read More

मैं शून्य पे सवार हूँ
बेअदब सा मैं खुमार हूँ
अब मुश्किलों से क्या डरूं
मैं खुद कहर हज़ार हूँ
मैं शून्य पे सवार हूँ
मैं शून्य पे सवार हूँ
उंच-नीच से परे
मजाल आँख में भरे
मैं लड़ रहा हूँ रात से
मशाल हाथ में लिए
न सूर्य मेरे साथ है
तो क्या नयी ये बात है
वो शाम होता ढल गया
वो रात से था डर गया
मैं जुगनुओं का यार हूँ
मैं शून्य पे सवार हूँ
मैं शून्य पे सवार हूँ
🙏🏻
- Umakant

Read More

“બાળપણ થી ઘડપણ સુધી ની જીંદગી ની સફર એક સરખી ના હોય એમાં ક્યારેક વચ્ચે વચ્ચે ગાંઠ પણ આવતી હોય”
🙏🏻
- Umakant

“બાળપણ થી ઘડપણ પા સુધી ની જીંદગી ની સફર એક સરખી ના હોય એમાં ક્યારેક વચ્ચે વચ્ચે ગાંઠ પણ આવતી હોય”
🙏🏻
- Umakant

Read More

ગમે તેમ તોય એ બાપ છે,
બાપ ચૂક્યો તેની ફરજ એ થાપ છે,

મા એ આપ્યો હરઘડી સાથ છે,
પિતાનો તો તેમાં હુંફાળો સાથ છે.

મા એ મા છે બાપ એ બાપ છે.
મારે મન બંન્નેના સરખા માપ છે.

ભલે જપો માળા એ રામ છે.
મારે મન માતા-પિતા મારું ધામ છે.

સ્કૂલમાં રોજ લેવા-મૂકવા એ જ આવતા હતા
કોલેજની લાબી લાઇનમાં એ જ ઉભા હતા.

છે ભલે રિટાયર્ડ થઈ ગયેલો બાપ એ,
પણ પુરા કરે છે પુત્રના દરેક ખ્વાબ એ

દીકરાનો શર્ટ તૂટી જાય તો પોતાનો ઝબ્બો આપે છે,
ને દીકરા મનથી તુટી જાય તો પોતાનો ખભો આપે છે.

ઘડપણમાં ભલે બાપની આંખમાં દેખાતો થાક છે,
જો ના સાચવ્યાં તેમને તો જિંદગી તમારી ખાખ છે.
🙏🏻
….હર્ષલ બ્રહ્મભટ્ટ
- Umakant

Read More

ગમે તેમ તોય એ બાપ છે,
બાપ ચૂક્યો તેની ફરજ એ થાપ છે,

મા એ આપ્યો હરઘડી સાથ છે,
પિતાનો તો તેમાં હુંફાળો સાથ છે.

મા એ મા છે બાપ એ બાપ છે.
મારે મન બંન્નેના સરખા માપ છે.

ભલે જપો માળા એ રામ છે.
મારે મન માતા-પિતા મારું ધામ છે.

સ્કૂલમાં રોજ લેવ-મૂકવા એ જ આવતા હતા
કોલેજની લાબી લાઇનમાં એ જ ઉભા હતા.

છે ભલે રિટાયર્ડ થઈ ગયેલો બાપ એ,
પણ પુરા કરે છે પુત્રના દરેક ખ્વાબ ઐ

દીકરાનો શર્ટ શર તૂટી જાય તો પોતાનો ઝબ્બો આપે છે,
ને દીકરા મનથી તુટી જાય તો પોતાનો ખભો આપે છે.

ઘડપણમાં ભલે બાપની આંખમાં દેખાતો થાક છે,
જો ના સાચવ્યાં તેમને તો જિંદગી તમારી ખાખ છે.
….હર્ષલ બ્રહ્મભટ્ટ
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
રોજ આવતો તાવ:-

ફુદીના અને આદુના રસનો ઉકાળો
પીવાથી રોજ આવતો તાવ મટે છે.
🧘
- Umakant