ચાલ, ધાડ પાડીએ એ ખુશીઓના ખેતરમાં,
જ્યાં સપના વાવ્યાતા તે અને મે બાળપણમાં
કરી હતી દોડાદોડને,સુસવાટા હતાં સપનાઓમાં,
ચાલ ફરી વળીએ એ આભ,જે દેખાય છે રાતમાં
લીલાછમ ખેતરમાં ઉગ્યા એ,જાણે રવિ ઉગે આભમાં,
સપનાં ના સૂર પડધાઈ કાને, જાણે ઇશ્ બુલંદે કંઠમાં
ચાલ, ફરી ધાડ પાડીએ ખુશીઓના ખેતરમાં
જ્યાં સપનાઓને કોટા ફૂટ્યાતા બાળપણમાં
પુર્યો હતો પ્રાણ ઓલા ખળખળતા નીરમાં,
જે ઠેઠ પુગ્યો,ડાળીએ ઝૂલતી ચકલીઓમાં
- હીના રામકબીર હરીયાણી