ભારતમાં રહેવાથી એક વાત નક્કી છે
અહીં સામાન્ય આવક વાળા એટલે ૨૫-૫૦ હજાર મહિને કમાનાર માણસના ઘરે ડોમેસ્ટિક હેલ્પ એટલે કામ વાળા બેન કે ભાઈ હોય જે ઝાડુપોતા કરે, વાસણ ઘસી આપે અને એ પણ મહિને એક કામ માટે રૂ ૧૦૦૦ થી પણ ઓછા ભાવે.
હજી સ્ત્રી પુરુષ બંને કમાય અને મહિને આવક ૧ લાખ કે તેથી વધુ હોય તો એક ટાઈમનું જમવા બનાવવા માટે રસોઈયો મળી જાય અને હજી ૨ લાખ મહિને આવક હોય તો બન્ને ટાઇમ રસોઈયો પોસાય. આ રસોઈયો ૩-૫ હજાર મહિને એક ટાઇમ જમવાનું બનાવવા માટે લેતા હોય છે. બે ટાઇમ માટે ૧૦ હજારથી ઓછામાં મળી જાય.
માસિક આવક ૩ લાખ કે તેથી વધુ હોય તો લોકો ડ્રાઈવર પણ રાખે છે કે જે મહિને ૧૨-૧૮ હજારમાં મળતા હોય છે. બંગલા વાળા માળી રાખે અને બહેનો છોકરાઓ સાચવવા દીદી કે બા રાખે.
આ સાહેબી છે એને આળસ કે કામચોરી નથી કહેવાતી, અહીં વધુ કમાઓ, સાહેબી ભોગવો એવી પ્રથા છે, વર્ષોથી, સદીઓથી.
આવી સાહેબી બીજા દેશોમાં સારી એવી આવક હોવા છતાં મળતી નથી.