તમારી વાર્તામાં ઉપસ્થિતિ અમારી,
છુપી સંવેદના ને મનની વ્યથા અમારી...

ફકરે ફકરે અનુભવાતી ગેરહાજરી અમારી,
જો ને વાક્યરચનામાં અનુભવાતી હાજરી અમારી!

સંક્ષિપ્તમાં લખો કે આખે આખી નવલકથા,
વિસ્તારમાં વિસ્તરણ અને વિરહ ની વ્યથા અમારી...

કુદરતની કરામત જુઓ કેવી કામણગારી!
મિલન હોય કે જુદાઈ શબ્દે સ્ફુરણા અમારી...

લખો તોય ઠીક ના લખી શકાય તોય,
અંતરે વર્તાતી મૌન ઉપસ્થિતિ અમારી...

Darshu
Radhe Radhe 💕

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111940672
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now