વ્યક્તિ આખ્ખેઆખી વીંધાઈ જાય છે શબ્દનાં તીરે.
ઉર પણ એનું જાણે વલોવાઈ જાય છે શબ્દનાં તીરે.
શસ્ત્રવિનાની હિંસા પણ થઈ બેસતી કેવી ભયંકરને,
વૈખરીના વિજયે માનવતા હારી જાય છે શબ્દનાં તીરે.
રુંવેરુંવે ક્રોધાગ્નિ સહજ પ્રગટી વલોપાત કરાવનારો,
વાક્ પ્રહારે નફરતને નૈરાશ્ય પ્રગટી જાય છે શબ્દનાં તીરે.
શસ્ત્રવિણ થતા પ્રહારમાં સજાની જોગવાઈ હશે કે?
કોમળ દેખાતી જીહ્વા કેવી ક્રૂર બની જાય છે શબ્દનાં તીરે.
હે પ્રભુ આપજે સૌને વાણી પરા સુખદા હોય જે સદા,
બાકી શબ્દબાણે ક્યારેક કોઈક હણાઈ જાય છે શબ્દનાં તીરે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.