ચૂપ થઈ જતો વ્યક્તિ હંમેશા રિસાયેલો નથી હોતો, તે વધારે પરિસ્થિતિ ના ખરાબ થાય તે માટે ચૂપ રહેવાનું પસંદ કરતો હોય છે, કારણ કે અમુક વખતે સત્ય ખબર હોવા છતાંય શાંત રહેવું પડે છે,ક્યારેક સત્ય બધા ને સારું નથી લાગતું, ક્યારેક મર્યાદાની ખામી કહો કે સામેવાળાનું ઉઘાડું ન પડે એની લક્ષ્મણ રેખા કહો,કે પછી સંસ્કાર, માટે અમુક શંકા ઓના નિવારણ ક્યારેય ન શોધવા, બની શકે કે વહેમ કરતા વાસ્તવિકતા વધુ પીડાદાયક હોય.