કહેવું છે બધું પણ કહેવાતું નથી,
કહ્યા વગર કોઈને સમજાતું નથી.
હસ્તા રહીયે છીએ લોકોની સામે,
અંદરો અંદર રડવું હવે સેહવતું નથી.
મુશ્કેલીઓ સાથે રીજે જીવીએ છીએ,
પણ દુઃખ સાથે રોજ ટેવતું નથી.
સાહેબ જૂઠું લોકો બહું બોલે છે પણ,
સાચું એમને કહીયે તો જીરવાતું નથી.
જમાનો જુઠ્ઠા નો ચાલે છે ને દોસ્ત.?
સાચા લોકો નું માન અહીં સાચવાતું નથી.
આજે મારાં છે અને કાલે બીજાના હશે,
માણસ ક્યારે પલટાય જાય ક્યાં કહેવાતું નથી.
કહેવું છે બધું પણ કહેવાતું નથી,
કહ્યા વગર કોઈને સમજાતું નથી.
-Khatri Saheb