🌹"ગઝલો માં છે તું"🌹
મૌન મહીં છુપાયેલા શબ્દોમાં છે તું,
મેઘધનુષના સાતેસાત રંગોમાં છે તું.
સાવ સામે તું નથી એ હકીકત કબૂલ,
દિવસરાત હું જોઉં છું એ સ્વપ્નોમાં છે તું.
વિખૂટા પડયા પછીની દરેક પળ જે બની,
એ દિવસો, મહિનાઓ, અને વર્ષોમાં છે તું.
કુતુહલ છે મને પણ મારા તકદીર વિશે,
હસ્તરેખા પરના મારા પ્રશ્નોમાં છે તું.
હોઠ પર તારૂં નામ લાવું નહીં, પરંતુ
મારા હાથે લખાયેલી ગઝલોમાં છે તું.
રચયિતા:જયદીપ નાણાંવટી
ન્યુ જર્સી, અમેરિકા