Quotes by Dr. Bhairavsinh Raol in Bitesapp read free

Dr. Bhairavsinh Raol

Dr. Bhairavsinh Raol Matrubharti Verified

@dr.bhairavsinhraol9051
(273)

ભજન

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
હે માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી (૨)

મથુરા ના રાજા થયા છો
ગોવાળો ને ભૂલી ગયા છો
માનીતી ને ભૂલી ગયા છો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી

એક વાર ગોકુળ આવો
માતાજી ને મોઢે થાવો
ગાયો ને સંભાળી જાઓ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી

તમે છો ભક્તો ના તારણ
એવી અમને હૈયા ધારણ
ગુણ ગાય ભગોચારણ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી

માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી

રચના: ભગા ચારણ

Read More

ભોમિયો ખોવાયો મારો

ભીતરનો ભેરુ મારો, આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો, ભોમિયો ખોવાયો રે,

વાટે વિસામો લેતા, જોયો હોય તો કહેજો...
ભીતરનો ભેરુ...

એના રે વિના મારી, કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી, આંખો છે આંધળી,

મારા રે સરવરિયાનો, હંસલો રીસાયો રે,
સરવરમાં તરતો કોઈએ, જોયો હોય તો કહેજો...

ભીતરનો ભેરુ...

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ, ભજન નંદવાણું,

કપરી આંધીમાં મારો, દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ, જોયો હોય તો કહેજો...
ભીતરનો ભેરુ...

કવિ: શ્રી અવિનાશ વ્યાસ

Read More

HAPPY 😃 SUNDAY

Jay shree Krishna 🌹