ધારી નહોતી પણ અણધારી કરી લીધી..
આંખો ખુલી ત્યારે જીન્દગી સાથે મુલાકાત કરી લીધી.
પ્રત્યુતર ઘણા મળ્યા પણ જવાબ નહીં..
કૂમળા માનસે આંખો પછી અંતર્ધ્યાન કરી દીધી.
જે તીખી કરવામા તણખા થી હાથ દાઝી ગયા..
એ બૂઠ્ઠી કટાર ને આજે જ મ્યાન કરી દીધી.
જે ગોતવામાં પગના નકશા ન કશા માં રહ્યા..
એ ઓલીયા ની હસ્તી ખુદ માં માપી લીધી.
રસ્તો પુછ્યો ગંગા ને સમંદર ની ભીતર જવા નો...
મારી ઊન્ડાઇ જોઈને એણે વાત જતી કરી દીધી.
કબીર ને પુછ્યુ કેવી દિવાની છે મિરા..
વાત વાતમાં તેણે સમાધી માં આંખ મીંચી દીધી.
લખી ત્યારે કરીયે છીએ કોઈ ગેબી અખતરાઓ..
નહીંતર તો ક્યારની યે આ ક્ષણો સ્મશાન કરી દીધી.