સુવાવડ
ગયાં બે વર્ષમાં ઘરમાં બે બહેનોની સુવાવડ ગઈ, અને એના આધારે એવું કહી શકું કે સુવાવડ ક્યારેય સ્ત્રીને એકલીને નથી આવતી, સુવાવડ આવે છે આખાં ઘરને..!
જેમ સ્ત્રીને સુવાવડમાં હોર્મોનલ ચેન્જીસ આવે એમ ઘરમાં પણ બદલાવ આવે છે; વહેલું સુઈ જતું ઘર મોડે સુધી જાગે 😴😴; મોડું ઉઠતું ઘર સ્ત્રી ઉઠે એ પહેલા ઉઠે;⏰⏰ સ્ત્રી સાથે ઘરમાં ટેન્શન પણ ફરતું હોય; સ્ત્રીના ઉઠવા-ન્હાવા-ખાવા-પીવા-સૂવાનાં ટાઈમ ટેબલ સાથે ઘરનું ટાઈમ ટેબલ વણાઈ ગયું હોય; સ્ત્રીના દુખાવા સાથે ઘરને ગભરામણ થવા લાગે; ડિલિવરી પછી સ્ત્રીને દુખાવાથી છુટકારો થાય અને ઘરને ડિલિવરીનાં ટેન્શનમાંથી; બાળકનું મોઢું જોઈને સ્ત્રીનાં મોઢાં પર રોનક ખીલે અને એ બન્નેનાં મોઢાં જોઈ ઘરની ખુશીનું ઠેકાણું ન રહે.! 🥳🥳જેમ બાળકના આવવાથી સ્ત્રીનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એમ એ બાળક સેન્ટર ઓફ અટેન્શન થઈ આખાં ઘરને ગાર્ડન ગાર્ડન કરી દે..
પછી તો બાળક સાથે સ્ત્રીનું શિડ્યુલ ગોઠવાય એમ જ એ બાળક સાથે ઘરનું શિડ્યુલ ગોઠવાય. અડધી રાત્રે બાળક ખાવા જાગે/રોવે અને એ ઉંહકારા-પડકારા સાથે જ ઘર પણ ઉજાગરા કરે, બાળકની બીમારી આખા ઘરનું નૂર લઈ લે..!
અને એટલે જ કહી શકું છું કે, સુવાવડ ક્યારેય સ્ત્રીને એકલીને નથી આવતી, સુવાવડ આવે છે આખાં ઘરને..!
- અર્જુન સથવારા