પ્રેમાવકાશ
નાં રહું યાદ, તો પાંપણ નાં કોઈ ખૂણે સમાવી લેજો,કર્યો હતો પ્રેમ અગાધ અમે , એ ક્ષણને સહર્ષ સ્વીકારી લેજો..... (૧)
છે પાતળી રેખા પ્રેમની,ભરમ ને જરા દૂર થી ફગાવી દેજો, હશો કોઈ પણ સ્થળે જગતમાં, પ્રેમનો એકાદ દીવો પ્રગટાવી દેજો.... (૨)
નાં હારયા અમે નાં જીત્યા તમે, વાત તો બરાબરી ની રહી, હાર જીત થી પરે પ્રેમનું એક અલીગું અવકાશ બનાવી લેજો.... (૩)
નાં મળીએ હવે એ વ્યાજબી છે, પણ પાનખરનાં કોઈ પરણ ને અડી, મારા પ્રેમને કદીક સંભારી લેજો.... (૪)
જનમો થી જોવાતી રાહ મટી હતી, પણ કિસમત દુઃસ્વપ્ન સમી હતી, હવે નાં દેશો દોષ કોઈને, બસ હૈયાં નાં હાલ જરા સુધારી લેજો.... (૫)
હવે મળીશું કે નહિં કયારેય એ અનિશ્ચિત છે, અધૂરાં રહી ખુદ પૂર્ણતા નાં એ સાતત્ય ને સ્વીકારી લેજો.... (૬)
-Dr. Brijesh Mungra