અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી !
તમે ચાહ્યું તેવું તો કાંઈ નહીં આજે, ગાંધીજી !
તમારી રામધૂન માં હવે ખખડે છે ખુરશીઓ,
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી !
અમે અંગ્રેજ થી કાંઈ કમ નથી સાબિત કરી દીધું..
રહ્યું હતું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી !
હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું..
ત્યારે વિચારૂ છું થયા છે ક્યાં હજી નારાજ, ગાંધીજી !
કદી આદમ સમાધિ પર જઈને આ તો કેહવું છે :
તમે એક જ હતા ને છો વતન ની લાજ, ગાંધીજી !
- Honey Lakhlani