મિત્રતા નિભાવવામાં મેં કચાશ નથી રાખી હા પણ
મિત્રોની ભીડ મેં કદી પચાસ નથી રાખી
વેઢે ગણાય એટલા જ નમૂના રાખ્યા છે હા પણ
એક એક નમૂના મેં નાયાબ રાખ્યા છે
આમ તો એ મારી પાગલોની ફોજ છે હા પણ
તેમના વગર જીવનમાં ક્યાં મોજ છે
સુખમાં સહભાગી થવાનું ચુકતા નથી હા પણ
દુઃખમાં સાથ આપવાનું મુકતા નથી
એમણે કરેલી મજાક પણ જક્કાસ લાગે હા પણ
એ ના ચીડવે તો દિવસ ઉદાસ લાગે
આવા ગાંડાઓ મારી સાથે ભટકાયા છે હા પણ
તોય મારા શ્વાસ તેમનામાં અટવાયા છે..
Happy Friendship's Day to all my Friend's
.નીતિન પટેલ