પ્રેમમાં બે પાત્રો હોય:
એક પાત્ર ઘણું બધું આપે અને બીજું પાત્ર બધું લે..
પણ મારું માનવું છે કે એક પાત્ર માટે તો પ્રેમ એ ખોટનો ધંધો થઈ જાય છે..
આપવાવાળું પાત્ર આપે જ રાખે, બદલામાં એને ખાસ એવું કશું ન મળે, સમયનાં એક પોઇન્ટ પર તો અટેંશન પણ નહિ..
લેવાવાળું પાત્ર સામે ચાલીને-સામેથી માંગીને પણ લીધાં જ રાખે, કંઇક આપવાનું આવે તો છટકબારીઓ શોધે..
એક પાત્ર દિલોજાનથી સંબંધ નિભાવે, બીજું પાત્ર ગણતરી કરીને..
એક પાત્રને પ્રેમમાં સમયનું પણ ભાન ન રહે અથવા તો એ ખુદ જ દરકાર ન કરે, બીજું પાત્ર પોતાનાં સમયે જ પ્રેમ કરે..
એક પાત્ર સમયની પરવા કર્યા વગર બીજાં પાત્ર માટે હંમેશા હાજર હોય, અને બીજું પાત્ર પાંચ મિનિટ આપવાની હોય તોય દસ જણનાં બહાનાં બતાવશે..
એક પાત્ર પ્રેમમાં બધું જ કરી છૂટવા તૈયાર હોય,
બીજું પાત્ર એ સાહસ બદલ સહેજ પણ સાથ ન આપે..
😐😐☹️☹️
- અર્જુન સથવારા