ઓ વરસાદ,
પશુ પંખી, ખેડૂત, માનવ, આં આખી ધરા, બુંદ બુંદ માટે તરસે છે;
રાહ નિહારે છે નિરંતર, કે તું મન મૂકીને ક્યારે વરસે છે !
પરિંદાઓને નથી પાણી કે છાયડો, પુકારે છે તને કોયલ અને બુલબુલ.
હા, અમારો મનાવવોનો છે બહું મોટો વાંક, કરું છું હું આં કબૂલ;
આમ રિસાય તો ના ચાલે; હું કેમ તને મનાવું ; કરું છું પ્રયત્ન નિરંતર ;
વિનંતી કરી કહું છું, ઉગાડવા ઝાડપાન; તું તો છે સમજદાર , રાખ નહિ અંતર.
ખેડૂત પુકારે, પુકારે પ્યાસી ધરા; જલ્દી આવી બધાં તરસ્યાઓની છીપાવ તરસ;
તું તો છે ઘણો પરોપકારી અને દયાળુ, કર હમને માફ; મન મૂકીને વરસ.
Armin Dutia Motashaw