સાનિધ્ય
કુદરત ના સાનિધ્ય માં, ઝાડના છાંયડે, બે પળ બેસવા દે મને;
તું પણ બેસી ને જો બે પળ અહીં, પરમ શાંતિ મળશે તને.
એક ઝાડ આપે છાયો અને શીતળ ઠંડક; મટાડે આપણો થાક.
આપે એ પ્રાણ જેટલો કીમતી પ્રાણવાયુ; કરતો ના તું, એને કાપવાનો વાંક.
કોયલ ટહુકે, પક્ષીઓ કરે કલરવ એની ડાળીઓ પર, ગાય મીઠા ગીત.
યાદ છે તને, કદમ ના ઝાડ હેઠે, પાંગરી હતી, રાધા કૃષ્ણની પ્રીત.
વાવ તું ઝાડ, એક, બે કે ત્રણ; કાશ હું વાવી શકું એક આખું વન.
કોશિશ પૂરી કરે ભગવાન, માનવ જો બનાવી લેય એનું મન.
Armin Dutia Motashaw