ઉરના ઊંડાણેથી પ્રગટે છે શ્રદ્ધા.
ખુદ ઇશ્વરનેય એ ગમે છે શ્રદ્ધા.
બુનિયાદ છે એ જ્ઞાનપ્રાપ્તિ તણી,
પથ્થરનેય આખરે નમે છે શ્રદ્ધા.
વિશ્વાસે વહાણ પણ તરી જાય,
અંધત્વ આવતાં એ ખમે છે શ્રદ્ધા.
શ્રદ્ધાને સબૂરી પરમનાં પગથિયાં,
સ્વાર્થરહિત થતાં એ ફળે છે શ્રદ્ધા.
પથ્થરમાંય પ્રાણ પ્રગટાવી શકતી,
ખુદ પરમેશને મજબૂર કરે છે શ્રદ્ધા.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.