જમાનાની આડમાં સૌ રંગીન છે,
પારકાને પોતાના બનાવી સૌ સંગીન છે,
ખોટું બોલી, સાચું લગાડી સૌ વંચિત છે
બધી ખબર હોવા છતાં સૌ એક બીજામાં વ્યતીત છે
પણ કોઈક નો સાથ કોઇક માટે મંજિલ છે,
સાચું કહું તો કોઈ પૂર્વ તો કોઈ પશ્ચિમ છે,
પણ જો મળે સાચો સાથ તો જિંદગી સંગીત છે,
જો વિચારીએ, તો આ વાત ગંભીર છે,
પણ જમાનાની આડ માં સૌ રંગીન છે
ધવલ પરમાર