વહાલમ મળ્યા એકલદોકલ હતી પૂનમની રાતલડી.
હૈયાને હૈયાથી સંગમ કીધી અંતરની પછી વાતલડી.
નયન ઝૂક્યાં, શરમ શેરડા મુખે લાલિમા આવી રહી,
હતો ત્યાં સરિતા કિનારો દૂરસુદૂર દીઠી મેં નાવલડી.
હતી હું શરીરે હૃષ્ટપુષ્ટને તમે પાતળિયા સાંવરિયા,
મનનું ઐક્ય અડીખમ પણ તનમાં રે તમે સૂકલકડી.
હરખ્યા થઈને હરખપદૂડા લાવ્યા'તા કૈંક મુજ સારુ,
સંતાડતા તોયે મેં લઈ લીધી પ્રેમપ્રસાદી એ ભેટકડી.
સ્વર્ગ ઊતર્યું જાણે અવની પર ઇંદ્રલોકને શરમાવતું,
મળ્યા જન્મોજન્મના સાથી ભૂલાઈ મારી માવલડી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '