અે તારું મને મળવું, મળીને જોવું,
અે મારી સાથે વાત કરવાનો તારો પ્રયાસ...
શું અે પણ અેક છળ હતું??
મળીને તારું બોલવું, અને તારી લાગણીઓનું બંધાવવું,
અે તારું શબ્દોથી મને જીતવું.....
શું અે પણ અેક છળ હતું ??
લાવી નજીક પ્રેમની કબુલાત કરવી,
કબુલાત પછી અેક મુલાકાત કરવી,
અે તારી આંગળીના ટેરવેથી થયેલ સ્પર્શ....
શું અે પણ અેક છળ હતું ??
પાગલોની જેમ પરેશાન કરતી, તો ક્યારેક વળી મારું ઉદાસ થવું ,
ત્યારે 'હું છું ને તારો' તારું આ કેહવું....
શું અે પણ અેક છળ હતું??
પ્રેમમાં તરબોળ કરી તારું અે મનાવવું,
મને રડતી જાણીને તારું અે હસાવવું,
તો ક્યારેક વળી તારું અે ખુદ પણ રડી પડવું.....
શું અે પણ અેક છળ હતું ??
આના જવાબો ના આપે તો કઇ નહીં ...પણ અેક જવાબ તો આપ...........
જ્યારે મારા સામે તારું આમ ઉઘાડું પડવું,
બસ અેક ભુલ ગણી તારું અે sorry કહેવું ,
અે ભુલને સુધારવા અેક છેલ્લી તક નું માંગવું....
શું આ પણ અેક છળ છે??
( હા.....આ પણ અેક છળ હતું .......)
repost# very first creation #feelings #littl truth......