Quotes by Manisha Zinzala in Bitesapp read free

Manisha Zinzala

Manisha Zinzala

@manishazinzala


અે તારું મને મળવું, મળીને જોવું,
અે મારી  સાથે વાત કરવાનો તારો  પ્રયાસ...
    શું અે પણ અેક  છળ હતું??
મળીને તારું બોલવું, અને તારી લાગણીઓનું બંધાવવું,
અે તારું  શબ્દોથી મને જીતવું.....
    શું  અે પણ અેક છળ હતું ??
લાવી નજીક પ્રેમની કબુલાત કરવી,
કબુલાત પછી અેક મુલાકાત કરવી,
અે તારી આંગળીના ટેરવેથી થયેલ સ્પર્શ....
   શું  અે પણ અેક છળ હતું ??
પાગલોની જેમ પરેશાન કરતી, તો ક્યારેક વળી મારું  ઉદાસ થવું ,
ત્યારે  'હું  છું  ને તારો' તારું આ કેહવું....
   શું અે પણ અેક છળ હતું??
પ્રેમમાં તરબોળ કરી તારું અે મનાવવું,
મને રડતી જાણીને તારું અે હસાવવું,
તો ક્યારેક વળી તારું અે ખુદ પણ રડી પડવું.....
   શું અે પણ અેક છળ હતું ??

આના જવાબો ના આપે તો કઇ નહીં ...પણ અેક જવાબ તો આપ...........

જ્યારે મારા સામે તારું આમ ઉઘાડું પડવું,
બસ અેક ભુલ ગણી તારું અે sorry કહેવું ,
અે ભુલને સુધારવા અેક છેલ્લી તક નું માંગવું....
શું આ પણ અેક છળ છે??

( હા.....આ પણ અેક છળ હતું .......)

repost# very first creation #feelings #littl truth......
 

Read More

 બધા 'સમ'  'આજ' થશે,
બસ ત્યારે સાચો  'સમાજ' થશે.

અેણે જ તો કીધુ હતું કે અેને 'લાગણીઓ'  બેફામ જોઇઅે,
તો ખબર નઇ કેમ આજે  'મદહોશી'નો અેક 'જામ' જોઇઅે?
અરે.....હવે તો અેક - અેક 'ધબકારા' પછી અેને 'આરામ' જોઇએ,
કેટલું થાક્યું હશે બીચારું  કે 'વિરામ' જોઇઅે?????

Read More

આંખોનું સ્મિત તુ.
સાચી મારી પ્રિત તુ.
હૈયાનું ગીત તુ.
મારો 'મનમીત' તુ.

(
some favrt lines frm one of the my most fvrt songs.)

નજરથી નજર મળતા નજર જો જુકી જાય, 
        તો સમજવું પ્રેમ છે,
મળતી નજર ને ચહેરાનું સ્મિત જોઈ હ્રદય ધબકવાનું ચુકી જાય,
       તો સમજવું પ્રેમ છે.
અે ક્ષણની  મુલાકાતથી જો કોઇ રાતોની નિંદર ચોરી જાય,
        તો સમજવું પ્રેમ છે,
અને જો શબ્દોના પગથીયા થકી કોઇ સપનાનાં મહેલ ભણી દોરી જાય,
        તો સમજવં પ્રેમ છે.
નજર ફેરવતા જો ચેહરો માત્ર અેનો જ દેખાય,
       તો સમજવું પ્રેમ છે,
અને કલમ હાથમાં પકડતા નામ પેલા અેનુ જ લખાય,
      તો સમજવું પ્રેમ છે.
જો અેને ગમતું બધુજ તમને પણ ગમતું થઇ જાય,
      તો સમજવું પ્રેમ છે,
અને જો અેના વિચાર માત્રથી મન ભમતું થઇ જાય,
      તો સમજવું પ્રેમ છે.


અરિસા સામે ઉભા રહી ને જો ખુદને જ પુછાઇ, કે  આવુ કેમ છે???
  બસ ત્યારે સમજી જ લેવું.........કે આ પ્રેમ છે.
 #imagination #
#love #






Read More

અેણે તો પ્રેમનો કારોબાર કર્યો,

લાગણીઓ અમારી ને વેવાર બારોબાર કર્યો.
#repost #

અેણે લાગણીઓના હિસાબમાં કેટલીય ગફલત કરી,

અંતે સરવાળામાં અેણે કપટ અને અમે મહોબત મબલક કરી.
#repost #

આજે મુક્ત મને અેક પંખીને વિહરતા મે જોયુ.

કોઈની  મન સ્મૃતિમાંથી  ધીમે ધીમે ખુદને વિસરતા મે જોયું.
#repost #

કદાચ આટલા જલ્દી  કરેલા મારા અે પ્રેમની રજુઆતમાં ભુલ હશે,
પણ અેની કબુૂલાતમાં કોઈ ભુલ ન હતી.

લાગણીઓ  ત્યારે પણ હતી અને આજે પણ છે, બસ નડે છે તો થોડીક મજબુરીઅો.
(બાકી ભુતકાળ અે ભુતકાળ છે, આજ  ની તો કાલ ભુલાઇ જ જશે.)

Read More

હવે આટલું  પણ  હેરાન  નઇ કર અે જિંદગી !!!!!


નઇતર આ વખતે  તો  સાચે  unfollow   કરી દઇશ...
કઇ દઉ છું તને.