Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

- ( ગરીબના દિલની 'અમીરી' )-

એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા...

બધો સામાન ખરીદી લીધા પછી -
એક લાચાર મજૂરને બોલાવ્યો.

એની - આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી,
મેલાંદાટ કપડાં અને, દૂરથી ગંધાતો એનો પરસેવો...એની સંઘર્ષમય જિંદગીને 'બેનકાબ' કરતા હતા...

આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી...
પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી !

કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી...
એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો.

એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને...
રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા !

દંપતી ઘરે પહોંચ્યું.. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ... પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું -
'હું તમને કાયમ કહું છું કે - અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો.
મેં તમારું હજાર વાર નાક વાઢ્યું...છતાં, તમારામાં અક્કલનો છાંટો નથી !

જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય...
એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ?

નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે...

ચાલો,
અત્યારે જ બજારમાં જઈને તપાસ કરીએ...
અને, ન મળે તો પોલીસસ્ટેશન જઈને ફરિયાદ કરીએ !

રસ્તામાં પતિ-પત્નીની નજર એક યુવાન મજૂર ઉપર પડી...
યુવાન મજૂરને પેલા આધેડ મજૂર વિશે પૂછવા ઉભો રાખ્યો...
એની લારીમાં જોયું તો - એમનો જ સામાન હતો !

પત્ની ગુસ્સામાં બોલી - 'પેલો ડોસો ક્યાં ?'

ત્યારે યુવાન મજૂર બોલ્યો કે -
'બહેન એ છેલ્લા એક મહિનાથી બીમાર હતા...
ભૂખ, બીમારી અને ગરમી એમ ત્રણગણા તાપને સહન ન કરી શક્યા..

લૂ લાગવાથી - એ રસ્તા પર પડીને મરી ગયા !

પણ, મરતાં પેલા મને કહેતા ગયા કે -
મેં આ ફેરાના રૂપિયા લઇ લીધા છે... એટલે - તું સામાન પહોંચાડી દેજે.

હું તો મરતાં માણસનું વેણ પાળવા આવ્યો છું !! '

ગરીબના દિલની અમીરી જોઈને -
પતિની આંખમાં આંસુ હતા...
પરંતુ,
શરમથી ઝૂકી ગયેલી શ્રીમતીની આંખમાં તો પતિની આંખ સામે જોવાની પણ હિંમત નહોતી !!

સારાંશ :-
જરૂરી નથી કે -
મજબુર વ્યક્તિ 'ઈમાનદાર' ન હોય...

'મજબુરી' એ પરિસ્થિતિ પર નિર્ભર કરે છે...
પરંતુ,
'ઈમાનદારી' એ સંસ્કાર પર અવલંબિત હોય છે !!

માટે -
ગરીબ માણસો પર હંમેશા દયા રાખો...


- અશોક સર (આ પ્રસંગ ફેસબુક માંથી લીધેલ છે.)

password

જીવનમાં મુશ્કેલી આવે ત્યારે જરૂર વડીલોની સલાહ લો.... 

password

आपको रक्तदान करने की जरूरत नहीं है। 

दो मीठे बोल बोलने से किसी का खून बढ़ जाए साहब
                 
तो वो भी एक प्रकार से रक्तदान है

                             # पासवर्ड
                   

password

મિત્રો આ ભારતનો નકશો ઘણું બધું કહી જાય છે.
મહેેરબાની કરીને પાણી વિચારીને વાપરો...
જળ છે તો જીવન છે...... # પાસવર્ડ એજ્યુકેશન. 

password

એક સિંહણ તેના નાના બચ્ચા સાથે ચાલતાં ચાલતાં જંગલ પસાર કરી રહી છે દરમ્યાન તેનું નાનું બચ્ચું ચાલતાં ચાલતાં થકી જાય છે અને રસ્તા માં વચ્ચે જ બેસી જાય છે. એ દરમ્યાન એક હાથણી ત્યા થી પસાર થઈ, એની નજર સિંહણ અને તેના થાકેલા બચ્ચા ઉપર જાય છે અને હાથણી સિંહણ ના બચ્ચાને પોતાની સૂંઢમાં તેડી ને સિંહણની સાથે ચાલવા લાગે છે આ અદભૂત દ્રશ્યો જોઈને વિચાર આવે છે કે,'જેને આપણે જંગલી કહીએ છીએ, હિંસક કહીએ છીએ, એ પ્રાણી ઓ મુશ્કેલી અને એક બીજા ના દુઃખના સમયે માણસાઈ ના શ્રેષ્ઠ ઉદાહરણ આપી જાય છે. બીજી બાજુ પોતાની જાતને સામાજીક પ્રાણી કહેતો અને અહિંસાની વાતો કરતો માણસ જંગલીયત કે હેવાનિયત પર ઊતરી આવતો જાય છે, ત્યારે ખરેખર કોને જાનવર કહેવા એ સમજાતું નથી.'

- અશોક સર (પાસવર્ડ એજ્યુકેશન) 

password

*એક ઉંદર કિંમતી હીરો ગળી ગયો. હીરાના માલિકે તે હીરો શોધવા માટે એક શિકારી ભાડે રાખ્યો. જ્યારે શિકારી બધાં ઉંદરોને મારવા પહોંચ્યો તો હજારો ઉંદરો એક થઈ, એકબીજા પર ચઢી શિકારીનો સામનો કરવા સજ્જ થયાં. પરંતુ એક ઉંદર એ બધાંથી અલગ બેઠો હતો. શિકારીએ અચાનક તે ઉંદરને ઝડપી લીધો.શિકારીએ શેઠને કહ્યું કે, આ ઉંદરે જ તમારો કિંમતી હીરો ગળ્યો છે. શેઠ કહે, પણ તને કેવી રીતે ખબર પડી કે આ જ ઉંદર પાસે હીરો છે?*
*શિકારીએ અત્યંત તાર્કિક જવાબ આપ્યો, 'બહુ જ સિમ્પલ વાત છે, જ્યારે મૂર્ખ ધનવાન બની જાય છે ત્યારે તે પોતાના જ લોકો સાથે હળવા-મળવાનું છોડી દે છે... '*

સારા સુવિચાર અને વાર્તા માટે લિંક ઉપર ક્લિક કરો.... 
પેજ લાઇક કરો...... 

password

Mata pita

KBhi to unhe bhi yad karo
jinhone sari Umar apko Khush krne me kat di
Akhir hum unake liye itana ni kr sakte
Or jitana bhi kr le kam hi to he
Hum to unke karjdar hi to he.....

lovebhatt9595

ketan.

iteshitesh

લાંબો ડગલો મુંછો વાંકડી 
શિરે પાઘડી રાતી 
બોલ બોલતો તોળી તોળી 
છેલ છબીલો ગુજરાતી 
તન છોટુ પણ મન મોટું 
છે ખમીરવંતી જાતી 
ભલે લાગતો ભલો ભોળો 
હું છેલ છબીલો ગુજરાતી
સૌવ મિત્રો ને

chikoo1428

ગુજરાત.....


ગુજરાતીઓ નો સ્થાપના દિવસ ને સારી શુભકામનાઓ............

મનેગર્વ છે કે હું ગુજરાતી છું,


ને ગુજરાત માં રહું છું.........
#જય_જય_ગરવી_ગુજરાત ................

mukund31

એક વાત કહું 
સાચે તું બહુ મોડું કરે છે..
તારી રાહમાં કયાંક ...
શ્વાસના ખૂટી જાય..
આંખ પથરાઈ પહેલાં 
આવી જજે....આવીશને?

'કાજલ'
કિરણ પિયુષ શાહ

kirankajal