એક સિંહણ તેના નાના બચ્ચા સાથે ચાલતાં ચાલતાં જંગલ પસાર કરી રહી છે દરમ્યાન તેનું નાનું બચ્ચું ચાલતાં ચાલતાં થકી જાય છે અને રસ્તા માં વચ્ચે જ બેસી જાય છે. એ દરમ્યાન એક હાથણી ત્યા થી પસાર થઈ, એની નજર સિંહણ અને તેના થાકેલા બચ્ચા ઉપર જાય છે અને હાથણી સિંહણ ના બચ્ચાને પોતાની સૂંઢમાં તેડી ને સિંહણની સાથે ચાલવા લાગે છે આ અદભૂત દ્રશ્યો જોઈને વિચાર આવે છે કે,'જેને આપણે જંગલી કહીએ છીએ, હિંસક કહીએ છીએ, એ પ્રાણી ઓ મુશ્કેલી અને એક બીજા ના દુઃખના સમયે માણસાઈ ના શ્રેષ્ઠ ઉદાહરણ આપી જાય છે. બીજી બાજુ પોતાની જાતને સામાજીક પ્રાણી કહેતો અને અહિંસાની વાતો કરતો માણસ જંગલીયત કે હેવાનિયત પર ઊતરી આવતો જાય છે, ત્યારે ખરેખર કોને જાનવર કહેવા એ સમજાતું નથી.'
- અશોક સર (પાસવર્ડ એજ્યુકેશન)