Quotes by Mukund Joshi in Bitesapp read free

Mukund Joshi

Mukund Joshi

@mukund31
(65)

શું તમે કોઈ પર આંધળો ભરોસો કરો છો ?
ચેતતા રહેજો એ જ તમને ક્યાંક બદનામ કરતો હશે...

શું તમે કોઈ ને તમારી ખાસ મિત્ર મનો છો ?
ચેતતા રહેજો એ જ તમને ક્યાંક બદનામ કરતો હશે...

વિશ્વ માં જે આંખે દેખ્યું અને કાને સાંભળ્યું હોય એના પર જ વિશ્વાસ કરજો...

કારણ કે જે તમારી પાસે આવી ને બીજાની મીઠી મીઠી વાત્યું કરે છે ને ?
ચેતતા રહેજો એ જ તમને ક્યાંક બદનામ કરતો હશે...

Read More

कभी कभी इंसान इतना बेशर्म बन जाता है कि उसे दुनियादारी और इंसानियत की कोई ऐहिमियत नहीं होती...
उसे बस धन... दौलत... और खुद के फ़ायदे के रिश्ते ही नज़र आते है ।
उसे प्यार... परिवार... और परंपरा से कोई नाता नहीं होता ।
वो रिश्ते - नाते तोड़ मोड़ कर अपने अहम को बढ़ता जाता है ।
पर उसकी ज़िंदगी में एक दिन ऐसा भी मोड़ आता है जब पैसा और उसका अहंकार उसे अकेला कर देता है ।।।

#मेरे_खयालों_के_ख़्वाब_से

Read More

પાંચ ખૂણા, ને બે પછીત ઊભી થઈ,

ધારણા ઘર વિશેની નવી જ ઊભી થઈ.

 

પાંખમાંથી પ્રગટતી અનંત પીડાઓ,

આંખમાં ઝીલી તો જુદી ચીજ ઊભી થઈ.

 

સ્વપ્નમાં આવીને શ્વેત અશ્વ હણહણશે,

સાંજ થઈ, ‘ને વળી એ જ બીક ઊભી થઈ.

 

માગ્યું એકાંત તો આંખ કાન લઈ લીધા,

ચાલવું માંગ્યું તો ઊંડી ખીણ ઊભી થઈ.

 

મીટ માંડું ને વસ્તી બની જતો વગડો,

શાપવત દ્ર્ષ્ટિની કાળી ચીસ ઊભી થઈ.

 

કેમ પ્હોંચી શકાશે મુકામ પર એના,

જ્યાં બધી લક્ષ્યસંજ્ઞા અદીઠ ઊભી થઈ.

Read More

થોડા સફેદ વાળ પ્રિયે ! આજે તારા જોયા,
અફસોસ થયો એવો, કેટલા વર્ષો ખોયા !

થોડા વીખરાયા, થોડી જાતને સંભાળી,
લડતાં-ઝધડતાં આપણે કેટલાં સપના જોયા !

મુકામો કેટલાં ને વિસામા પણ કેટલાં?
નીતરતી આંખોએ કેટલા અવગુણ ધોયા !

ચાલ આજથી ક્ષણો બધી ભરી દઉં-
તારી સુગંધથી, કાળના લેખ કોણે જોયા?

Read More

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં
હર શબ્દ સજની મધમાં ડબોળીને તોલે છેં

જયારે પણ નિહાળુ તેના નખરાળા નયન
હિલોડા લેતુ હૈયું અમારું બેહિશાબ ડોલે છેં...!!!

ખંજર તીરની શું ઝરુંર અમારા સજની ને
આંખોથી ધીરે ધીરે દલડુ મારું તે છોલે છેં...!!!

સજનીના સ્નેહનો આ તો કેવો છેં ચમત્કાર
અમારી આંખો પણ મદનાં પ્યાલા ઢોળે છે....!!!

Read More

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી

જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી

Read More

હૃદય થાક્યું ને સર્જરી કરવી પડી ,
ત્યાંય તારા નામ નું જ બ્લોકેજ નીકળ્યું...!!!

પેહલા kitta bucha રમતા હતા સાહેબ...
ફરક જાજો નથી..
હવે left block રમીએ છીયે..