The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અંદાજીત એક વર્ગના ૧૦૦ વિદ્યાર્થીઓમાં જોવામાં આવે તો ૯૦% ને ભણતરનો સાચો મતલબ જ નથી ખબર હોતો,ઘરે થી મોકલવામાં આવે છે એટલે ભણવું કે ભવિષ્યમાં સારી નોકરી મળશે એટલે ભણવું એથી વિષેશ જાણ જ નથી હોતી. તમારૂ ભણતર તમને એક સારી વ્યક્તિ બનાવવા માટે હોય છે જીવનમાં કેવી રીતે વર્તન કરવું શું કરવું ને કયુ કાર્ય ન કરવામાં ભલાઈ છે, તમે જ્યાં કામ કરવાના છો ત્યાં તમારી સાથેના વ્યક્તિના મનની સ્થિતિ કેવી રીતે જાણવી,ભવિષ્યમાં થનાર તમારી પત્ની સાથે કેવી રીતે જિંદગી નું ગુજરાન ચલાવશો. ફક્ત પેન પેપર કે પુસ્તકને રટ્ટા મારીને વધુમાં વધુ સારી માર્કશીટ મેળવી લેશો. ખુશી,પ્રેમ,સન્માન,પરિવાર,સમાજ આ મેળવવા તમારે 'ભણતર' નો સાચો અર્થ સમજવો પડશે.
જીવતર આખુય ભગવાનની પૂજા પાઠમાં વિતાવ્યું, ને મેં પૂછ્યું ઘરમાં તમે કેટલા માણહ!? અમે ત્રણ ને બે જણ વૃદ્ધાશ્રમ! ન તમે પોતાના જનેતાના તો પછી બીજાના શુ? પરમાત્મા પર-આત્મામાં જ છે, પથ્થરની મુરતમાં શ્રદ્ધા વિશ્વાસ બધું છે જીવંત વ્યક્તિમાં કેમ નથી? કેમ કે મુરત બોલતી નથી ચાલતી નથી જવાબ આપતી નથી એટલે? હે મનુષ્ય ક્યારેય એ મુરતને પણ સમજવાની કોશિશ કરી છે ખરી તે!
સાહસ જરૂરી છે, નહિતર ગુલામી સ્વીકારી લો.
In todays peoples making money through your emotions, dont get emotional full !! Around you fake world exist, In this 1 or half year of corporate life i learn three major things, 1.for becoming successfull fast,first be fake 2.use your ability/capability very telently,if you cant! then people used you for self. 3.Before trust somebody check them off duties, "पैसो की अंधी दौड़ में इंसान इतने गिर चुके है ,किसी का भी भोग लेने को तत्पर है और इस भीड़ के बीच टिकना मुश्किल है खुद को तैयार कर के रखे"
સમય બદલાતા કેટલીક શકયતાઓ અને માન્યતાઓ પણ બદલાતી હોય છે. સાથે બંધાયેલું અને વિચારોના ખૂણાઓમાં દબાયેલું સત્ય સમજી બેઠા હોઈએ એવો ઘણો ખ્યાલ પણ સમય જતાં લાગે કે નાહકનું લઈને બેસી રહેલા, જેમ કે સાંભળેલું છે કે મિત્રો એવો હોવો જોઈએ જે મુશ્કેલીઓમાં સાથ આપે, પણ ઉમેરો એ પણ છે કે આજકાલ સાચવવાના જમાનામાં એવો કોઈક જે તમને વળતરના બદલામાં મુશ્કેલ પરિસ્થિતિ સાથે વિતાવી ચુકયો હોય એને તમે મિત્ર સમજી બેસીને કઈકને કેટલાય કિસ્સાઓ સાથે તમારું ગુપ્ત ઘણું બધું શેયર કરી દીધું હોય જ્યારે એ વ્યક્તિને એનું વળતર ન મળે તો, તમારી માન્યતામાં કાણું પડી જાય. એથી જ તદ્દન ઉલટું ક્યારેક તમારા ખરાબ સમયમાં કોઈ મિત્ર સાથે ન હોય બની શકે કે તમારી મુસીબત કરતા પણ વધુ મુશ્કેલીમાં એ હોય, પણ તમારું જોઈને તમને એ કઈ પણ ન કહી શકતા હોય તો એવું ન સમજાય કે તે સાચો મિત્ર નથી. દરેક પાસાઓની અલગ બાજુઓ હોવાની જ
દવાઓ લેવા જતી વખતે કેમિસ્ટ તમને પરફેક્ટ દવા આપશે એ તમારા આપેલા લક્ષણો પર આધારિત છે એમ જ દુનિયામાં તમને સામે વાળી વ્યક્તિ પણ એ જ દેશે જે તમે એની સામે રજૂ કરી રહ્યા હશો. be natural કહેવું ઘણું જ સામાન્ય લાગે પણ માણસને તેવું બનતા વર્ષો નીકળી જાય, એક માણસ છેતરી જશે એનો મતલબ એવો કાઢશે હરએક એવો જ છે, એક લારીની પાણીપુરી તમને ન ફાવે તો એનો મતલબ એમ નથી કે દરેક લારી પર એવો ટેસ્ટ હશે પણ હા એક જ દિવસમાં બધા ટેસ્ટ કરવા નીકળી જશો તો પેટ ખરાબ થઈ જશે, સમય માંગે છે તમામ વસ્તુઓ અને સમય સાથે બદલાવ. તમારૂ વર્તન સૂચવે છે તમારી capacity કે તમે કેટલા હોશિયાર હશો તમારી વિચારસરણી કેટલી મોટી છે અને દિલ કેટલું મોટું. આગળ રહેલ માણસને મીઠું પાણી આપવું અને દૂર થયા એના નામનું કડવું ઝેર ઓકવું એ સ્વાર્થ ની સાથે સંકુચિત માનસિકતા છે તમારી.
જાણ ન હોય ને સાહસ કરવું તે સામાન્ય છે. આ રસ્તે લુંટફાટ થશે એવું તમને ખબર જ નથી તો ત્યાં વિના ડર એ ચાલી લેશો. પરંતુ તમને મજાકમાં પણ કોઈ જણાવશે કે તે રસ્તો ખરાબ છે, ત્યારે સાહસ કરવું એ તમારી વીરતા બતાવશે. According psychology સમસ્યા જાણ્યા પછી જ અનુભવાય, એટલે જ બને છે કે વધુ હોંશિયાર વ્યક્તિ કરતા મૂર્ખ વ્યક્તિ ઘણી વખત આગળ નીકળી જાય છે. સંકટોની જાણ નથી એટલે મનોબળ નબળું પડવાનું નથી.
પિતાની આકરી મેહનત બાળકના શોખ માટે નથી હોતી. કોઈની આગળ હાથ લાંબો ન કરવો પડે, પોતાની પત્ની,માતા પિતા બહેનો અને બીજા ઘણા સબંધીઓને પણ જરૂર પડ્યે સાથ આપવાની તેમની જવાબદારી હોય છે. બાળક એ સમજવું જોઈએ કે જો તમે કઈક જતું કરવા માટે રાજી ન હોવ, જેને પેશન સમજી ક્યારેક ખોટા શોખને પાળો છો અને કોઈ સંજોગોમાં એને સમાધાન કરવા રાજી નથી હોતા તો તમારા માતા પિતાના પણ સપનાઓ તો જરૂર હશે ને ! મનુષ્યને બે હાથ આપવા માટે એક કારણ એ પણ છે કે એક હાથથી તમે કઈક લઈ શકો છો બીજા હાથથી તમારે યથાશક્તિ કઈક આપવું પડે છે. માતા પિતા જો તમને જીવન આપી આટલું કરી રહ્યા હોય તો તમારે પણ તેઓની ખુશીનું ધ્યાન રાખવાનું જરૂરી જ છે .
Some of time - & Now me - Kis ko dikhane me jindgi k 24 saal nikal diye !! you & yourself inough for happy living
याद रखे "दुनिया जिनपे हसती है, इतिहास वही बनाते है"
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser