રંગોળી માં પૂરજો રંગ સરસ...._
_કે રંગીન થઈ જાશે ધનતેરસ...._
રહેજો હંમેશા લાગણી ને વશ..._
_કે શુભ થઈ જાશે કાળીચૌદસ...._
સળગાવી નાખજો નફરત ની પાળી..._
_કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી..._
રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ..._
_કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ..._
સંબંધોમાં કદી રાખવી ન ખીજ..._
_કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ..._
દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ..._
_કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ..._
_હરખ થી થઈ જવા લોથપોથ..._
_કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ..._
"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ..._
_વીતાવજો એકમેકથી લાભ પાંચમ.