Quotes by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. in Bitesapp read free

વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

@omjay818


..... ફાયદો શું?

વિતી ગયેલા સમયને યાદ કરવામાં ફાયદો શું?
રોજ એકની એક ફરીયાદ કરવામાં ફાયદો શું?

એક ટહુકો મૂકી ડાળ પર, ઊડી ગયું જો પંખી,
હવે, પાછળથી એને સાદ કરવામાં ફાયદો શું?

ના ગમ્યાં ત્યાં પણ નિભાવતાં રહ્યાં જ સબંધ,
ગમા અણગમા વચ્ચે વાદ કરવામાં ફાયદો શું?

ગયેલાં પાછાં આવે, પણ બદલાયાં છે એનું શું?
તો પછી હવે પ્રયત્ન એકાદ કરવામાં ફાયદો શું?

પણ, જો તરસ જ ન છીપાવી શકું કોઈની "વ્યોમ"
તો, ખારો મહાસાગર પ્રશાંત બનવામાં ફાયદો શું?

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

....." સબંધોની અનુભૂતિ "



સમય અને સંજોગોની વચ્ચે જ ફસાયો છું;
એમ કહો કે હું તો અંગતોથી જ ઘવાયો છું;

કરી મેં વાહ વાહી, ત્યાં સુધી હતો સારો;
સાચી વાત શું કહી, હું બન્યો પરાયો છું;

અફસોસ નથી કે, મારી સાચી કદર ના થઈ!
પરંતુ, અવગણનાની એરણ પર કસાયો છું;

પીઠ પાછળ વાતો કરનારાએ જ સમજાવ્યું,
કે, એમનાં બધાંથી તો હું ઘણોય સવાયો છું;

બધાંનું મન રાખતો રહ્યો એટલે જ "વ્યોમ"
હજૂ સંબંધોની આંટીઘૂંટીમાં જ ગુંચવાયો છું;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"*
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

.... " ધરા પરનો પ્રવાસી "


ભવસાગરનો અહીં હર કોઈ ખલાસી છે;
ધરા પરનો હર માનવ ફક્ત પ્રવાસી છે;

મોકલ્યો છે જ્યારે સત્કર્મ કરવા અહીં,
શરમ મૂકીને કોરાણે, બન્યો વિલાસી છે;

અમરપટો લખાવી નથી આવ્યો છતાંય,
સમજે ખુદને ધરાનો કાયમી નિવાસી છે;

લાખ ચોર્યાસી ફેરા બાદ મળે છે આયખું,
છતાં કોઈ છે ઉદાસ ને કોઈ ઉલ્લાસી છે;

શું "વ્યોમ"? તું પણ ફિલોસોફી ઝાડે છે,
શું તેં પણ ખુદની નીયત કદી ચકાસી છે?

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

...."હું "

રોજ એકલો જ રહું છું હું;
ખુદને એટલું જ કહું છું હું;

ખુદનો બનું ખુદ જ સહારો,
પર આશામાં ના વહું છું હું;

ભરી મહેફિલે રહ્યો એકલો,
હવે, એકલામાંય બહુ છું હું;

મારા વિના તું હશે તું, દોસ્ત,
પરંતુ, તારા વિના ન હું છું હું;

મંજિલે "વ્યોમ"ની મેળવવા,
પીડા જિંદગીની સહું છું હું;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

-: " બધું આપણું છે " :-


તારા હોવામાં જ મારૂં હોવાપણું છે;
હવે જે કંઈ છે, એ બસ આપણું છે;

ગ્રીષ્મ ઋતુમાં શીતળતા સમાન તો,
શિયાળે સાથ તારો ઉષ્ણ તાપણું છે;

તારી સાથે કંટક પથ છે રાહ ફૂલોની,
તારા વિના સેજ સુહાનીયે ખાંપણુ છે;

તારા ખ્યાલોને રોજ હિંચોળું હેતથી,
ભીતરે રાખ્યું એક સુવર્ણ પારણું છે;

"વ્યોમ" બન્યું છે આજ છત ઘરની,
ને, ધરતી બની એ ઘરનું આંગણું છે;


✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

:- " ના શોભે " :-

માણસાઈ વિના કદી માણસ ના શોભે;
જ્યોત વિના કદી કોઈ ફાનસ ના શોભે;

લાખો ટહેલે ભલેને પંખી આ પીંજરમાં,
વિહંગાવલોકન વિનાં આકાશ ના શોભે;

મળી ગયાં છે જ્યારે દિલ એકબીજાના,
મંગળ કે ગ્રહોની કોઈ આડસ ના શોભે;

સ્વપ્ન પૂર્ણ કરવા મંડ્યા રહો દિવસ રાત,
એમાં જરા પણ કરવી આળસ ના શોભે;

દિશા પણ જરૂરી છે લક્ષ્ય હાંસલ કરવા,
ખાલે ખાલાં કરવા "વ્યોમ" પ્રયાસ ના શોભે;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

......ઝાકળ જેવાં સપનાં

જાગતાં દેખું છું રોજ, એક નવું સ્વપ્ન.
પાંખ લગાવી આજ, માપી લઉં ગગન.

ખીલી ઊઠું આજ જાણે કોઈ સુમન,
બનીને શબનમ ચમકાવી દઉં ચમન.

મેઘધનુષના રંગ લઈ લઉં જરા ઉધાર,
ભાતભાતીલાં રંગોથી સજાવું ઉપવન.

કોઈની મહેકને શ્વાસોમાં ભરવા માટે,
મંદ મંદ અવિરત લહેરાતો બનું પવન.

ઝાકળ જેવાં સપનાં લઈને ફરતો હું,
પણ "વ્યોમ" છે પરપોટા જેવું જીવન.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

....અસર છે

શું આ ખુશનુમા મોસમની અસર છે?
કે યાદોમાં વસતા સનમની અસર છે.

ગઝલ વાંચતાં મિત્રએ એટલું જ કહ્યું,
કે લાગે છે કોઈ જૂના ગમની અસર છે.

આંખોની લાલાશનું કારણ ના પૂછશો,
બીયર, બ્રાન્ડી ન કોઈ રમની અસર છે.

એક દીપ સળગતો રહ્યો સતત મઝારે,
બીજું કાંઈ નહીં ખરા પ્રેમની અસર છે.

સાબૂત છે ધડકન આ હૃદયની "વ્યોમ"
પ્રણયમાં આપેલી કસમની અસર છે.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

....અસર છે

શું આ ખુશનુમા મોસમની અસર છે?
કે યાદોમાં વસતા સનમની અસર છે.

ગઝલ વાંચતાં મિત્રએ એટલું જ કહ્યું,
કે લાગે છે કોઈ જૂના ગમની અસર છે.

આંખોની લાલાશનું કારણ ના પૂછશો,
બીયર, બ્રાન્ડી ન કોઈ રમની અસર છે.

એક દીપ સળગતો રહ્યો સતત મઝારે,
બીજું કાંઈ નહીં ખરા પ્રેમની અસર છે.

સાબૂત છે ધડકન આ હૃદયની "વ્યોમ"
પ્રણયમાં આપેલી કસમની અસર છે.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

આપું શું નજરાણું તમને?
લો, દિલ કાઢી આપું તમને.

તું પ્હેલો ને છેલ્લો પ્રેમ છે,
આજ લખી આપું છું તમને.

દેખું તો બસ તમને દેખું,
છૂપા નયને રાખું તમને.

ધબકારા ધબકે તુજ નામે,
બીજું તો હું શું કહું તમને?

છો તમે "વ્યોમ"ના ચાંદ સરીખાં,
લો, ગઝલમાં આલેખું તમને.


✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More