Quotes by Dakshesh Inamdar in Bitesapp read free

Dakshesh Inamdar

Dakshesh Inamdar Matrubharti Verified

@daksheshinamdardil
(133.7k)

મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું...

સુમસામ સિડનીની શેરીઓમાં નિ:શબ્દ સૂનકાર વ્યાપી રહ્યો.
સંતાકૂકડી રમતાં વાદળો ને ઠંડક આપવા સૂર્ય છુપાઈ રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..

ક્યારેક સંભળાતા સુસવાટા પવનનાં તો ઠંડા બર્ફીલા સહી રહ્યો.
હાય હેલો કાને પડતાં ચમકીને પરદેશની ધરતી પર છું હું જાણી રહ્યો.
મારું ભારત મને વાહલું ઘણું અદકું છે મારું..

બહારથી દેખાતાં રૂપાળાં ઘર, ઘરવાળા આખો દિવસ અંદર ગોંધાઈ રહે જે જોઈ રહ્યો.
મોંઘીદાટ ગાડીઓને ગેરેજમાંથી કાઢતાં મુકતાં અચરજથી સમજી રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..

રૂપકડાં સ્વચ્છ રોડ રસ્તા આંખે ઉડી વળગે છતાં નિસ્તેજ અનુભવી રહ્યો.
ભારતની ધરતી આટલી સ્વચ્છ નથી છતાં જીવંત ઘણી એવું સમજી રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..

કેવું જીવન જીવતાં હશે આ ગોરીયા કાળીયા મારાં દેશ જેવું અહીં હોતું હશે?
મનમરજીની નંબર પ્લેટ વાળાં બળજબરીથી જીવતાં લાગે "દિલ" શંકા કરી રહ્યો.
મારું ભારત મને વ્હાલું ઘણું અદકું છે મારું..
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

http://www.daksheshinamdar.com/2025/07/blog-post_21.html

Read More

*"હજી તો હું નાનો છું.."*

હજી તો હું નાનો છું.. પણ..નાનો છું હજી તો હું..

ગોઠણ ભેર ચાલતો નાનપણમાં હું..,, હવે ગોઠણ સાચવી સંભાળી ચાલુ છું ..
પણ..હજી તો હું નાનો છું....

ચહેરો ચમકતો.. બાળ હતો,, હવે ચમકાવી ચહેરો ઠાઠથી ફરું છું. ચાક ચહેરાનાં છુપાવતો રહું ચાલાકી કરું છું હું..
પણ..હજી તો હું નાનો છું.....

બહું ભણ્યો પ્રગતિ કેરે,, મારી મીઠી જુવાનીમાં.. હવે દીકરાની નિશાળમાં અસ્તાંચળે નવું નવું ભણું છું..
પણ.. હજી તો હું નાનો છું...

બાળ છું મારી "માઁ" નો,, હજી એનો ખોળો ખૂદું છું.. યાદ આવતાં જન્મ આપનારીની આંખથી આંસુ ઝારું છું... પણ..હજી તો હું નાનો છું....

તરવરાટ અશ્વ જેવો,, ખુમારીનો હું એક્કો છું.. જોજો હજી પથ્થરને પીગળાવું એવો પ્રેમયોધ્ધો છું..
પણ..હજી તો હું નાનો છું...

પડકાર જીવનનાં પાર કર્યા,, હજી સંઘર્ષ માટે તૈયાર છું.. મને કાચો ના સમજતા હું હજી બાણ ચઢાવું છું.
પણ..હજી તો હું નાનો છું..
.
ઈશ્વરની રચેલી આ અદભૂત શ્રુષ્ટિનો,, એક સુંદર જીવ છું. કોમળ "દિલ" ધરાવતો એક સ્ફૂર્તિલો નવજવાન છું.
પણ..હજી તો હું નાનો છું...

બ્રહ્મને પામવા કોઈ ભ્રમમાં નથી હું..,, જાગ્રત કવિ લેખક સાહિત્યનો પ્રામાણિક સેવક છું..
પણ..હજી તો હું નાનો છું..નાનો છું હજી તો હું..
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

http://www.daksheshinamdar.com/2025/07/blog-post_19.html

Read More

સહ્યાંદ્રિનાં ઊંચા ડુંગરા પર્વત પર વહેતી હવા કહી જાય મને કાનમાં..
લીલાં લીલાં વૃક્ષોની હારમાળા વાયરા વહેતાં ઠંડા મીઠાં કેવાં જંગલનાં..

પાંદડે પાંદડે વૃક્ષોનાં ધબકાર ધબકે મારી માઁ નાં વધામણાં આગમનનાં..
ડુંગરાની ટોચથી પડતાં ધોધ બની ઝરણાં જળનાં સર્વત્ર રળીયામણાં..

હૈયું ઠાલવી ઠાલવી કરું હું પોકાર માઁ માઁ સૂના આ ડુંગરાનાં પ્રદેશમાં..
ડુંગરાની કેડીએ કેડીએ પગલાં પડે જવાબ દઇ દે પગ હવે કઠિન પથમાં..

આંખો તરસે તને જોવા માઁ તારી હોવાની આહટ સંભળાય મને કાનમાં..
હાથ ફેલાવી આવકારે બાળ તારો સમાવી લે તું મને તારી બાહોમાં માઁ..

તત્વ તત્વનું સત્વ સમજાયું આજ તારાં દર્શને જરાતકારું મનસા માઁ.
ખૂધ્યાં ડુંગરા તારી ચાહતમાં માઁ ગઠરિયા ખુલી "દિલ"ની તારાં પ્રેમમાં..
દક્ષેશ ઇનામદાર."દિલ"..

http://www.daksheshinamdar.com/2025/07/blog-post_18.html

Read More

*સ્પંદન ભીંજાયા વરસ્યું ગગન..*

ગયો હતો ભૂલી એ સ્પંદનો ભીના ભીના સુકાઈ ગયેલાં મારી આંખનાં ખૂંણાં.

પડ્યું પગલું ભીની ધરતી પર એકાએક જાગી ઉઠ્યાં મરડી આળસ સ્પંદન મીઠાં.

મહેંક માટીની પ્રસરી ગઈ આખાં તનમાં દોડી પડ્યાં થીજી ગયેલાં લોહીનાં ઘડાં.

વરસી રહ્યો મેહુલો આભથી ઝરમર ઝરમર ભીંજાવી રહ્યો ધરાને પ્રેમથી પાગલ.

ગગનથી વરસી રહ્યું અમી એવું કાળજે ઘૂંટાઈ રહ્યું વિરહની પીડા છલકાતું દર્દ.

પાંદડે પાંદડે જળબિંદુ ચમકતાં મોહરી ઉઠ્યાં કેવાં વૃક્ષો ફૂલોથી મહેંકતા.

હે શ્રુષ્ટિનિયંતા કર ડોકિયું અવકાશથી આ "દિલ" તડપે કરુણામય કર કૃપા.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..
- Dakshesh Inamdar

Read More

🌹🙏ૐ શ્રી ગુરુમાઁબાબા મનસાજરાત્કારું વનદૈવ્યે નમઃ 🙏🌹

*સબસે ઊંચી પ્રેમ સગાઈ..*

પ્રેમ સાવ નાનકડો માત્ર અઢી અક્ષરનો શબ્દ..

પ્રેમનાં આ અઢી અક્ષરમાં પ્રેમ કરનાર બે પાત્ર.. એમાં અડધા અક્ષરની માત્રામાં આખા બ્રહ્માંડની ઈશ્વરીય શક્તિનાં આશીર્વાદ સમાયાં..
ના વાસના ના શારીરિક પ્રેમ ના અપેક્ષા ના ફરિયાદ..

એક નૈસર્ગીક પરાશક્તિ જે પ્રેમ થકી એક પવિત્ર યુગ્મ ઓરામાં પરિવર્તિત થાય.

આરાધ્યા પરાશક્તિ માઁ રાધાનું ચરિત્ર પ્રતિત થાય. કૃષ્ણનાં વિયોગમાં યોગશક્તિએ યુગ વિતાવ્યા પણ વિરહની પીડામાં વધું પ્રેમશક્તિ પ્રજવલિત કરી.. એ સહનશક્તિએ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી..
ભોગમાં જ તૃપ્તિ છે???

માઁ સીતા રામ વિના અશોકવાટિકામાં રહી યોગશક્તિ મેળવી.. વિરહનાં તાપમાં યોગમાયા બન્યા એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું.
પ્રેમની શું વ્યાખ્યા કરવી..? જેટલું પુનિત પવિત્ર ઝરણું "દિલ"માંથી વહે એટલું મજબૂત થાય. એનાં કોઈ પુરાવા સાબિતી ના હોય એ સ્વયંભુ પ્રતિત થાય જ.

સંક્ષિપ્તમાં ઘણું કહી જાય.. વરસી જાય.. અભિભુત થાય.. એનું નામ પ્રેમ..
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More

રંગ.. એહસાસનાં.. કલમે ચઢી કાગળે ઉતર્યા..

મેહુલા તારું આગમન સમય પહેલાનું ફરમાન કેમ મનાવું મનને ભલે જળ વરસતું હોય.

અમૃત ઝેર બને એવું વરસવું પણ અડવું લાગે અર્થથી અર્થ થતાં જે સ્વીકારવું અઘરું હોય.

દૂર.. ક્ષિતિજ પર કોઈ દિલની પોકાર થતી સાંભળવા મન અધિર થઈ રહ્યું હોય.

ઝાંઝવાના નીર જેવું ભ્રમ ફેલાવતું ભલેને કોઈ અજાણ્યું આહટ કરતું હોય.

ક્યાંક કાળજાનાં ખૂણે સૂતી સંવેદના ટીસ ભરી આળસ મરડી જાગૃત થતી હોય.

એક પળ.. પળમાં પણ સમાઈ લાખો વાતો સંવેદનાઓનો અર્ક "દિલ"ને હચમચાવતો હોય.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More

મન ચઢ્યું હવાએ કલ્પનાની ફડફડાવી પંખ ઉડવાને થઈ રહ્યું પાગલ.

કરી પાર સીમાઓ અપાર નિયંત્રણ વિના ઉડે ઊંચે આકાશ.

કાશ.. પંખ પગ બની દોડે પથ પર ખંખેરી વિવશતા તન કેમ નિરાશ.

વાદળ બની વરસે પરિબળો કેટલું બળ કરે "દિલ" વળતું આ ઘાયલ.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

Read More

પળોજણ સંસારની છૂટે ખુદની સાથે સંવાદ કરવાં અનુકૂળ સમય મળે.

વ્યતિત થઈ રહ્યો કિંમતી સમય ઝડપથી નિરાંતની એક પળ ખાસ મળે.

પ્રાપ્ત થયું એ પર્યાપ્ત લાગે હજી કેટલું જોઈએ એનાથી છુટકારો મળે.

આગ સાચી ખોટી બધી થાય શાંત ભસ્મ થકી સાચી સમજણ મળે.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

Read More

કચ્છ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિનાં પાત્રો એજ પુષ્ટભૂમિની અમર પ્રેમકથાનું સર્જન થઇ ચૂક્યું હતું . આ તપોભૂમિનાં એક નાનકડાનાં ગામનાં સીમાડે કરુણ પ્રેમકથાની સાક્ષી એક સમાધિ "પ્રેમ સમાધિ"...
પ્રેમસમાધિ કહો કે "પ્રેમ પાળીયો" આ અમર કથાની સાથે સાથે એ પણ અજરઅમર થઇ ગયો. અહીં આવીને પ્રેમ પારેવડાં એકબીજાને વચન આપતાં કસમ ખાતાં આ કલરવ કાવ્યાને યાદ કરી પ્રેમ નિભાવવાની વાતો કરતાં...
ગામનાં સીમાડે નિર્જન જેવી જગ્યાએ એક વડનાં વૃક્ષ નીચેનો પ્રેમ પાળીયાં અમર થઇ ગયાં... સુસવાટા મારતો પવન વહી રહેલો... અવરજવર નહીવંત હતી... સાંજ ઢળી રહી હતી સૂર્યનારાયણ આથમતાં આથમતાં સંધ્યાને કેસરીયા રંગે રંગી રહેલાં... પ્રણયસાક્ષી બનીને જાણે પાળીયાને પણ પ્રેમરંગે રંગી રહેલાં... વિસ્મૃતિની ગર્તામાં જઈ રહેલી કથાને નવી ઉર્જા આપી રહેલાં...
પાળીયામાં સૂતેલાં બે પ્રેમી પંખીડાનાં જીવ જાણે જાગૃત થઈને પોતાનીજ કથા સમરી રહેલાં. કલરવ અને કાવ્યા શરીરથી મૃત પણ જીવથી જીવંત હતાં. સુતેલી સ્મૃતિ આળસ મરડીને બેઠી થઇ રહેલી કલરવને એ ક્ષણ યાદ આવી જયારે એનો દેહ પડયો અને શબ્દોએ એને ઝીલી લીધેલો... આજે પણ શબ્દરચના જાણે પવનની સાથે રંગત માણતી જીવીત થઈને બોલી રહી હતી...

વાંચો સંપૂર્ણ વર્તાનકાળ
https://www.matrubharti.com/novels/42436/prem-samaadhi-by-n-a

Read More

કાળી રાત વીતી સોનેરી નવપ્રભાત મીઠું ઉગ્યું.
વીત્યો સમય કારાવાસ તણો હવે પ્રેમભીનો માંગુ.

સાચું સુખ શોધવા પામવા ધમપછાડા નિષ્ફ્ળ કરું.
આમને આમ ફેરો ફોગટ વીતી જશે કેવી રીતે પામું?.

ચોર્યાસી કરોડ યોની ફરી ફરી માનવ થયો કેમ વિસરું?.
ભ્રમ છોડી સાચું ભાન આવ્યું ક્ષણ ક્ષણ ગમતું જીવી લઉં.

જોયાં જાણ્યા લોકો ઘણાં ટોળામાં હજી પોતાનાં શોધું.
દાવો કરી નીક્ટતાનો "દિલ"થી દૂર ગયાં એવાને પ્રથમ ભૂલું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More