શિવજી અમારા સદા સુખરાશિ.
શિવજી અમારા વિશ્વનાથ કાશી.
ભાવભૂખ્યા ભોળાનાથ હિતકારી,
શરણ સ્વીકારોને ભક્તભયહારી.
શિવજી અમારા કૈલાસવાસી...1
અંતર્યામી ભોલે દીનદયાળા,
નમઃ શિવાયની જપતાં માળા.
શિવજી અમારા ઘટઘટવાસી...2
અરજી અમારી આશુતોષ પ્રભુ,
કલ્યાણકારી ભોલે શંકર શંભુ.
શિવજી અમારા નૈન પિયાસી...3
શિર પર ગંગ,ભસ્મ અંગે અંગ,
ભૂતપ્રેતનો નિતનિત સંગ.
શિવજી અમારા કોટે નાગપાશી...4
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.