" કચ્છી નવા વર્ષની હાર્દિક શુભકામના "
આવ્યો રે આવ્યો મહિનો અષાઢ
કચ્છી હૈયાં આજ હરખાય અગાધ.
આસમાનમાં કેવી ચમકે છે વીજ,
આવી રે આવી લ્યો અષાઢી બીજ.
મોરલા ટહુકે, કોયલ કરે મીઠો સાદ,
કચ્છી હૈયાઓમાં છે હરખ અગાધ.
નવા વર્ષનો આજથી મંગળ પ્રારંભ,
નવી આશા, નવા ઉમંગનો આરંભ.
દુઃખ કે દર્દ કોઈની ના આવે પાસ,
ઘરમાં લક્ષ્મીજીનો રહે સદા નિવાસ.
જય શ્રી લક્ષ્મીનારાયણ મુખે ગવાય,
કચ્છીઓના મનમાં હરખ ના સમાય.
નૂતન વર્ષના સહુને રામ રામ ભાઇ,
આનંદ વેરો ને આજ વહેંચો મીઠાઇ.
ખેતરે વરસજો "વ્યોમ" અમી સહર્ષ,
હર કોઈને ફળે આ કચ્છી નવું વર્ષ!
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી),... અંજાર.