Gujarati Quote in Thought by Vishakha Mothiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

90s Diwali by Vishakha Mothiy

અત્યારે સોશિયલ મીડિયામાં, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર 90's થી લઈને છેલ્લા દોઢ દાયકામાં થતી દિવાળીની ઉજવણીના AI વિડિયો બહુ જ વાયરલ થયેલા જોવા મળે છે. આ સમય આપણે સૌ જીવી ગયા છે એટલે આપણી માટે nostalgic અને અત્યારની આલ્ફા, બીટા જનરેશન even Gen Z માટે આશ્ચર્ય પમાડે એવો સમય હતો. આ reels જોઈને કોણ જાણે કેમ?? દરેક પેઢીના લોકોને એક પ્રકારનો સુકૂન મળી રહ્યો છે. આ રિલ્સના કોમેન્ટ સેક્શનમાં નજર ફેરવીએ તો - ગોલ્ડન ટાઈમ, સુકૂન, ગોલ્ડન એરા વગેરે જેવા જ શબ્દો જોવા મળે છે.

આ બધું જોઈને એટલું તો પાકું કહી શકીએ કે - લોકો આ આધુનિક, ફાસ્ટેસ્ટ યુગમાં પણ ક્યાંક ને ક્યાંક શાંતિ, સુકૂનને ઝંખી રહ્યા છે. આ મોડર્ન યુગમાં સુખ - સુવિધા,પૈસા, સાધન - સંપત્તિ; જે જોઈએ એ બધું જ છે પરંતુ શાંતિ અને સંતોષ નથી.લોકો જ્યારે વીતી ગયેલા સમયમાં ડોકિયું કરે છે ત્યારે એવો અહેસાસ થાય છે કે - યાર, એ સમય કેટલો સારો હતો !! આપણે બધાં કેવા મસ્ત રીતે તહેવારો મનાવતા !! વગેરે. સિમ્પલ લિવિંગ સ્ટાન્ડર્ડ સાથે પણ તહેવારો કેવા જોરદાર મનાવતા હતા. ત્યારે બહુ દેખાદેખી કે કોઈ આપણને જજ કરશે એવું કશું જ નહોતું. સહજતા અને વાસ્તવિકતા વધારે હતી. ખેર, સમયનું કામ જ છે વહેવાનું એટલે એ સ્થિર ન રહે. બસ, જમાના પ્રમાણે તહેવારોની ઉજવણી કરતી રહેવાની.

હવે વાત કરીએ, 90's થી લઈને 2010 ના દાયકામાં થતી દિવાળીની ઉજવણી વિશે.

આ સમયમાં (૨૦૧૦ થી) સોશિયલ મીડિયા એપ એ હજુ જસ્ટ પ્રવેશ જ કર્યો હતો. સોશિયલ મીડિયાની લાઇફ જ નહોતી, એમ પણ કહી શકાય. શરદપૂનમ પછી બજારોમાં દિવાળીની શોપિંગ જોવા મળતી. આ વખતે કેવા કપડાં લેવાના છે ? ઘર માટે સાજ સજ્જાની કઈ વસ્તુઓ લેવાની છે ? દિવાળીના નાસ્તા બનાવવા માટેનું કરિયાણાનું લિસ્ટ અને આ વખતે ક્યાં નવા પ્રકારના ફટાકડાં લેવાના છે? વગેરે. મહિલાઓ ઘરના ગાદલા - ગોદડાં, ઓશિકા વગેરે અગાસી કે ફળિયામાં તપવા મૂકી દેતા. ઘરની સાફ સફાઈનું અભિયાન અઠવાડિયું દસ દિવસ સુધી ચાલતું. વધારાનો સામાન જે જરૂર ન હોય તે ભંગારવાળાને આપી દેતા. આ દરમિયાન કપડાં લેવાનું કામ, દિવાળીની રંગોળીના કલર, સાથિયા - પગલા, દીવડાની ખરીદી પણ રહેતી. પછી અગિયારસથી દિવાળી નાસ્તો બનાવવાનું શરૂ થતું. મેંદાની પૂરી, ફાફડા, ઘૂઘરા, મગસ (મગજ) ના લાડુ- આ ખાસ દિવાળી સ્પેશિયલ વ્યંજન રહેતું. ત્યારબાદ ચકરી,ચોળાફળી, સકરપારા, ચેવડો વગેરે.અગિયારસ શરૂ થાય એ પહેલા નક્કી થઈ જતું ક્યાં દિવસે કઈ રંગોળી પુરવાની છે ?? ક્યાં ક્યાં ફટાકડા ફોડવાના છે ? દિવાળી તેમજ બેસતાં વર્ષને દિવસે ક્યાં કપડાં પહેરવાના છે?વગેરે.

અગિયારસથી દિવાળી શરૂ થાય છે. સવારે શિયાળુ પવન અને પછી તડકો. વેકેશન પડી ગયું હોય છે એટલે ઘરમાં પણ સારી એવી ચહલપહલ હોય છે. આ દિવસથી દિવાળી નાસ્તા બનાવવાનું શરૂ થતું. મમ્મીને થાય એટલી મદદ કરતા - મેંદાની પૂરીમાં કાણા પાડવા, અને પછી ચાખવાનું. સાંજે મિત્રો જોડે ફટાકડા ફોડતા. ધન તેરસને દિવસે મમ્મીનાં સોના - ચાંદીના ઘરેણાંની પૂજા કરતા. કાળી ચૌદસને દિવસે સાંજે કકળાટ કાઢ્યા પછી દહીં વડાનો પ્રોગ્રામ. બીજે દિવસે દિવાળી છે એટલે રાત્રે ઊંઘ પણ ન આવતી. વહેલા ઊઠીને ફટાકડાં ફોડવા માટે પહેલેથી જ એલાર્મ મૂકી દેતા. સવારે વહેલા ઊઠીને ફટાકડાં ફોડતા, રંગોળી બનાવતા. સાંજે નવા કપડાં પહેરીને માતા લક્ષ્મીના મંદિરે, બજારમાં દિવાળીની રોશની તેમજ બહારથી નાસ્તો કરીને ઘરે આવી જવાનું અને પછી રાત્રે મોડે સુધી ફટાકડા ફોડવાનું.

દિવાળીની રાત લગભગ જાગરણ જેવી હોય છે. ભાગ્યેજ કોઈક જ સૂતું હોય છે. બહેનો રાત્રે રંગોળી કરતા હોય છે, પરિવારના સભ્યો ઘરની બહાર ફટાકડાં ફોડતા હોય છે. પડોશી સાથે બેઠા બેઠા વાતો કરતા હોય છે. રાતે માંડ પાંચ - છ કલાક સૂવાનું હોય છે કારણ કે બીજે દિવસે વહેલું ઉઠવાનું હોય છે. બેસતા વર્ષની excitement એટલી હોય છે કે દિવાળીની રાતે ઊંઘ પણ નથી આવતી. વહેલી સવારે ઉઠીને નાહી - ધોઈને નવા કપડાં પહેરવાના, મંદિરે દર્શન પછી વડીલોના આશીર્વાદ. લિવિંગ રૂમમાં કે ઓસરીમાં ખુરશી - ટીપોઇ ગોઠવાઈ જતી; મુખવાસદાની સાથે. પછી શરૂ થતું - નવા વર્ષનાં વધામણાનો દિવસ. બપોરે ઊંધિયું - પૂરી જમીને ઘસઘસાટ ઊંઘી જવાનું અને રાતે સગા સંબંધીઓને ત્યાં બેસવા જવાનું.

આમ, આવી રીતે આપણો દિવાળીનો તહેવાર ઉજવાતો હતો. હજુ પણ ઉજવાય જ છે, બસ રીત બદલાણી છે, માણસો બદલાયા છે.

Gujarati Thought by Vishakha Mothiya : 112040490
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now