Quotes by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. in Bitesapp read free

વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

@omjay818


-: " બધું આપણું છે " :-


તારા હોવામાં જ મારૂં હોવાપણું છે;
હવે જે કંઈ છે, એ બસ આપણું છે;

ગ્રીષ્મ ઋતુમાં શીતળતા સમાન તો,
શિયાળે સાથ તારો ઉષ્ણ તાપણું છે;

તારી સાથે કંટક પથ છે રાહ ફૂલોની,
તારા વિના સેજ સુહાનીયે ખાંપણુ છે;

તારા ખ્યાલોને રોજ હિંચોળું હેતથી,
ભીતરે રાખ્યું એક સુવર્ણ પારણું છે;

"વ્યોમ" બન્યું છે આજ છત ઘરની,
ને, ધરતી બની એ ઘરનું આંગણું છે;


✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

:- " ના શોભે " :-

માણસાઈ વિના કદી માણસ ના શોભે;
જ્યોત વિના કદી કોઈ ફાનસ ના શોભે;

લાખો ટહેલે ભલેને પંખી આ પીંજરમાં,
વિહંગાવલોકન વિનાં આકાશ ના શોભે;

મળી ગયાં છે જ્યારે દિલ એકબીજાના,
મંગળ કે ગ્રહોની કોઈ આડસ ના શોભે;

સ્વપ્ન પૂર્ણ કરવા મંડ્યા રહો દિવસ રાત,
એમાં જરા પણ કરવી આળસ ના શોભે;

દિશા પણ જરૂરી છે લક્ષ્ય હાંસલ કરવા,
ખાલે ખાલાં કરવા "વ્યોમ" પ્રયાસ ના શોભે;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

......ઝાકળ જેવાં સપનાં

જાગતાં દેખું છું રોજ, એક નવું સ્વપ્ન.
પાંખ લગાવી આજ, માપી લઉં ગગન.

ખીલી ઊઠું આજ જાણે કોઈ સુમન,
બનીને શબનમ ચમકાવી દઉં ચમન.

મેઘધનુષના રંગ લઈ લઉં જરા ઉધાર,
ભાતભાતીલાં રંગોથી સજાવું ઉપવન.

કોઈની મહેકને શ્વાસોમાં ભરવા માટે,
મંદ મંદ અવિરત લહેરાતો બનું પવન.

ઝાકળ જેવાં સપનાં લઈને ફરતો હું,
પણ "વ્યોમ" છે પરપોટા જેવું જીવન.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

....અસર છે

શું આ ખુશનુમા મોસમની અસર છે?
કે યાદોમાં વસતા સનમની અસર છે.

ગઝલ વાંચતાં મિત્રએ એટલું જ કહ્યું,
કે લાગે છે કોઈ જૂના ગમની અસર છે.

આંખોની લાલાશનું કારણ ના પૂછશો,
બીયર, બ્રાન્ડી ન કોઈ રમની અસર છે.

એક દીપ સળગતો રહ્યો સતત મઝારે,
બીજું કાંઈ નહીં ખરા પ્રેમની અસર છે.

સાબૂત છે ધડકન આ હૃદયની "વ્યોમ"
પ્રણયમાં આપેલી કસમની અસર છે.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

....અસર છે

શું આ ખુશનુમા મોસમની અસર છે?
કે યાદોમાં વસતા સનમની અસર છે.

ગઝલ વાંચતાં મિત્રએ એટલું જ કહ્યું,
કે લાગે છે કોઈ જૂના ગમની અસર છે.

આંખોની લાલાશનું કારણ ના પૂછશો,
બીયર, બ્રાન્ડી ન કોઈ રમની અસર છે.

એક દીપ સળગતો રહ્યો સતત મઝારે,
બીજું કાંઈ નહીં ખરા પ્રેમની અસર છે.

સાબૂત છે ધડકન આ હૃદયની "વ્યોમ"
પ્રણયમાં આપેલી કસમની અસર છે.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

આપું શું નજરાણું તમને?
લો, દિલ કાઢી આપું તમને.

તું પ્હેલો ને છેલ્લો પ્રેમ છે,
આજ લખી આપું છું તમને.

દેખું તો બસ તમને દેખું,
છૂપા નયને રાખું તમને.

ધબકારા ધબકે તુજ નામે,
બીજું તો હું શું કહું તમને?

છો તમે "વ્યોમ"ના ચાંદ સરીખાં,
લો, ગઝલમાં આલેખું તમને.


✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

..." એક બાપનો સંઘર્ષ "


સંતાનો માટે એક બાપને સંઘર્ષ કરતાં જોયો છે.
એક 'દી જ નહીં પરંતુ વર્ષોવર્ષ કરતાં જોયો છે.

પરિવાર જમે રોજ, ગરમા ગરમ બસ એ હેતુથી,
એક બાપને રોજ સહર્ષ ઠંડું, આરોગતાં જોયો છે.

ખુદનાં સપનાં જુએ છે, સદા એ પોતાનાં સંતાનમાં,
પૂરાં કરવાં માટે હર પરિસ્થિતિથી લડતાં જોયો છે.

કર્યું શું છે તમે અમારા માટે? કહે છે જ્યારે સંતાન,
ત્યારે બાપને ઘરના એક ખૂણે બેસી રડતાં જોયો છે.

ખુદથી પણ સફળ થાય સંતાન, એવું ઈચ્છતા બાપને,
સંતાનની હર સફળતામાં બાપને હરખાતાં જોયો છે.

સફળતા પાછળ, બાપના સંઘર્ષને ન ભૂલશો "વ્યોમ"
તમારી સફળતા માટે બાપને પીસીને નાહતાં જોયો છે.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

...." મન મીલન "

વર્ષો બાદ મળતાં આજ સાંજ થઈ છે સીંદૂરી;
શ્વાસ સંગ તન મનમાં મહેકી ઊઠી છે કસ્તુરી;

તડપતું 'તું હૃદય વિરહમાં, તારું સ્મરણ કરતાં!
ધબકાર પણ કરી રહ્યા છે દિલની જી હજૂરી;

મંદ મંદ સમીરમાં, લહેરાતા તારા કેશ સંગાથે!
સ્મિત સાથે હોઠ આપી રહ્યાં છે પ્રેમની મંજૂરી;

કાજળ ભર્યા કામણગારાં, તારા નયનો પણ!
જો છલકાવી રહ્યાં છે આજ રસ કોઈ અંગુરી;

દૂર હોય કે પાસ તું, શું ફરક પડે છે પ્રણયમાં?
એકબીજાના દિલમાં, પ્રેમ પાંગરવો છે જરૂરી;

સમય છે અનુકૂળ આજ મીલન કાજે "વ્યોમ"
ચાલ, મળીને દૂર કરીએ આપણા વચ્ચેની દૂરી;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

....." મનોવ્યથા "

ફક્ત પૂછી લેત જો એ આજ હાલહવાલ મારાં;
તો, સરળ થઇ જાત કરવા, ઘાવનાં ઉપચાર મારાં;

દૂરથી શું પૂછયું 'તું કોઇને? કે, કેમ છે....એ?
શું ન જોયા કે વિરહમાં પલળયા છે ગાલ મારાં?

હોય દિલ પણ હોય નહિ કો' ભાવના, તો કામનું શું?
એમણે તો અનુભવ્યાં છે, પ્રેમનાં હર ભાવ મારાં?

જિંદગી છે એમની તો એમને દિલથી મુબારક,
જિંદગીમાં થઇ જશું એમ જ ઠરીઠામ મારાં;

"વ્યોમ" સ્વાર્થી છે જગત ને હર સબંધો પણ છે સ્વાર્થી,
થઇ ગયાં છે પારકાં, જો આજકાલ તમામ મારાં;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More

...." મોબાઇલની માયા "

આજ નાનાં મોટાં બધાંને, લાગી મોબાઇલની માયા;
ના જુવે સમય કે જગાને, લાગી મોબાઇલની માયા;

નીચું ડાચું રાખીને બસ આગળ આગળ ચાલ્યા કરે,
ભૂલી જાય ખુદની દિશાને, લાગી મોબાઇલની માયા;

દૂરનાને લાવ્યો પાસ પરંતુ પાસેના ને કરી નાખ્યાં છે દૂર,
બદલી માનવીની મનોદશાને, લાગી મોબાઇલની માયા;

લાગી ગઈ ન જાણે આ કેવી સૌને મોબાઇલની લત? કે,
ઘડી ઘડી જુએ કોઈ બહાને, લાગી મોબાઇલની માયા;

પહેલાં માવતર પોતે ચડાવે માથે ને પછી કહેતાં ફરે,
"વ્યોમ" નાના નાના ભૂલકાંને, લાગી મોબાઇલની માયા;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Read More