Quotes by Vishakha Mothiya in Bitesapp read free

Vishakha Mothiya

Vishakha Mothiya

@mothiyavgmail.com3309


વેબ ગુર્જરી પર પ્રકાશિત થયેલ મારો લેખ...

સભ્ય સંસ્કૃતિથી શરૂ થયેલી એક એવી માટીકામ કલા, જે આજે એના આધુનિક અંદાજમાં જોવા મળે છે. ચીનમાં તો માટીના બનેલા ચીની યોદ્ધાઓની આખેઆખી ફોજ મળેલી છે.

ટેરાકોટ્ટા માટીકામ કલા by Vishakha Mothiya

લેખ વાંચવા અહીં લિંક પર ક્લિક કરો - https://webgurjari.com/2026/10/13/terra-cotta/?shem=aimgspe,

વાંચો અને શેર કરો

#terracottaart #mustread #knowledgesharing #gujaratigk

Read More

ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારા Writing ને આટલી મોટી હસ્તીઓના હાથે એવોર્ડ મળશે.
તા. 26 સપ્ટેમ્બર,2026 નાં રોજ અમદાવાદ ખાતે આયોજિત થયેલા Valiant Creator Meet & Awards 2026 સમારોહમાં મને વેલિયન્ટ બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ ક્રિકેટર વિપુલ નારીગરા, ઈન્ડિયન ક્રિકેટર રિશી ધવન અને એશિયન ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ સરીતા ગાયકવાડના હસ્તે Valiant Creator Spotlight Award મળ્યો.
કહેવાય છે કે ભગવાન ડાયરેક્ટ મદદ કરવા નથી આવતા, એટલે એ એના કોઈ ફરિશ્તાને મોકલે છે.ક્રિકેટર વિપુલ સર નારીગરા મારા ક્રિએટિવ ટેલેન્ટના રેકગ્નિશન માટે એક ફરિશ્તા બનીને આવ્યા. ખૂબ ખૂબ આભાર 🙏 વિપુલ સર મારી ક્રિએટિવિટીને એનું ડિઝર્વિંગ રેકગ્નિશન, આ Valiant Creator Award ના સ્વરૂપમાં આપવા બદલ.

#awards #achievements #creatoraward

Read More

L'Orél Paris Fashion Week - by Vishakha Mothiya

એક એવો ફેશન શો જે સ્ત્રી સશક્તિકરણની ઉજવણી કરે છે.જે તમને સંદેશો આપે છે કે તમે કોઈ પણ સ્કિન ટોન સાથે કોઈ પણ ઉંમરે, કોઈ પણ બોડી ફિગર સાથે સુંદર દેખાઈ શકો છો.તો ચાલો જાણીએ - અત્યારના મોસ્ટ ટ્રેન્ડી ટોપિક એવા L'Orél Paris Fashion Week વિશે.સાથે જાણીશું તેની શરૂઆત, હેતુ અને વિશેષ બાબતો વિશે.

વધુ વાંચવા માટે અહીં લિંક પર ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/10/01/loreal-paris-fashion-week/

Read & Share

#fashionshow #lorealparisfashionshow #blogging #knowledgeispower #informative #womenempowerment #gujaratiblog

Read More

વેબ ગુર્જરી પર પ્રકાશિત થયેલ મારો લેખ...

એક એવી છત્રી જે તડકા - વરસાદથી તો બચાવે જ છે, પરંતુ તે ત્યાંની પરંપરા સાથે પણ જોડાયેલી છે. આ ઉપરાંત તે સ્ટાઇલ આઇકોન તરીકે પણ ઓળખાય છે.

વાગાસા - પારંપરિક જાપાની છત્રી

વાંચવા માટે અહીં લિંક પર ક્લિક કરો - https://webgurjari.com/2026/09/08/wagasa-the-traditional-umbrell-of-japan/

વાંચો અને શેર કરો

Read More

આપણા હિન્દુ ધર્મમાં જેમ ત્રિશૂળ, ૐ, સ્વસ્તિક વગેરે છે તેવી જ રીતે ઇજિપ્શિયન માયથોલોજીમાં પણ એક એવું પ્રતીક છે જેને જીવનદાતા તેમજ અમરત્વ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ - Ankh ~ આંખ અથવા એંખ વિશે.

Ankh | Ancient Egyptian's Sacred Symbol

વાંચવા અહીં લિંક પર ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/09/05/ankh-egyptian-symbol/

વાંચો અને શેર કરો...

#ancientworld #egyptianhistory #informative #knowledgesharing #blogging

Read More

આજથી શરૂ થતા સાતમ આઠમ તહેવારની શુભકામનાઓ 🙏

જેવો સાતમ આઠમનો તહેવાર આવે એટલે આજે પણ ચહેરા પર પહેલા જેટલો જ હરખ આવી જાય છે. સાતમ આઠમ તહેવાર ઉજવવાની રીત ભલે થોડીક બદલાઈ ગઈ હોય, પણ તહેવાર તો આખરે તહેવાર કહેવાય.બાળપણની સાતમ આઠમ વખતે જે પારંપરિક જમવાનું  મેનુ બનાવતા,તે આજે પણ બનાવીએ જ છીએ. તહેવાર એનો એ જ છે, બસ આપણે મોટા થઈ ગયા છે. બાળપણની સાતમ આઠમ એટલે મીની વેકેશન, નાગ પાંચમથી પારણા નવમી સુધીનું. સાતમ અને આઠમ બંને દિવસે મેળો હોય છે. બે મેળા હોવાથી,મેળામાંથી કયું રમકડું લેવાનું છે એ અગાઉથી નક્કી થઈ જતું.

રાંધણ છઠ્ઠને દિવસે કઈ રસોઈ બનાવવાની છે ?કોણ ક્યાં કામમાં રોકાશે ? વગેરે અગાઉથી નક્કી થઈ જતું. જમવાના મેનુમાં મીઠાઈ, ફરસાણ, થેપલા - ઢેબરાં,પૂરી, રસા વગરનાં બટેટાનું તીખું અથવા ભરેલા ભીંડાનું શાક,રાયતું વગેરે રહેતું. મીઠાઈમાં લાડવા, મોહનથાળ, બરફીચૂરમુ વગેરે.અમે ખીર બનાવતા, હજુ પણ બનાવીએ છીએ.રાયતું અને થેપલા એ સાતમ - આઠમ તહેવારના કેન્દ્રસ્થાને હોય છે. આની વગરની સાતમ આઠમ અધૂરી કહેવાય.હવે સમય થોડોક બદલાયો છે એટલે અમુક નવી વસ્તુ ઉમેરાણી છે - સાતમને દિવસે સાંજે ખાવા માટે ઘણા સેન્ડવીચ, પાણીપુરી, ભેળ વગેરે રાખે છે.

સાતમના મેળામાં સવારે શીતળા માતાના મંદિરે દર્શન કરી સીધા મેળામાં જતા. ચકડોળ - ચરખીમાં બેસી પછી સીધા રમકડાના સ્ટોલ પર જતા અને પછી મેળામાં થોડોક નાસ્તો કરતા. ઘરે આવીને આજુબાજુ રહેતા મિત્રો જોડે એકબીજાના રમકડાં સરખાવતા.પછી બપોરે રાંધણ છઠના પકવાન આરોગવાના. આમ કરીને આખો દિવસ પસાર થતો.

બીજે દિવસે આઠમનો તો ઉપવાસ હોય છે પણ એ તો ઘરના મોટાને રહેવાનો હોય. ફરી પાછા મેળામાં જવાની તૈયારી કરવાની.આઠમનો મેળો થોડોક મોટો હોય છે. માણસોની ભીડ વીંધીને ગમે એમ કરીને નાસ્તાના સ્ટોલ પર કે ચરખી હોય ત્યાં પહોંચતા પછી ફરી પાછા રમકડાં.ઘરે આવીને રાતના બાર - એક વાગ્યા સુધી જાગવાનું, કૃષ્ણ જન્મ માટે. કૃષ્ણ જન્મની પણ ખૂબ મજા માણતા, પંજરીની પ્રસાદી વગેરે. બીજે દિવસે એટલે કે નોમને દિવસે ફૂલ આરામ કરવાનો.

- વિશાખા મોઠિયા

Read More

વિમ્બલ્ડન ટેનિસ 🎾 by Vishakha Mothiya

વાત કરીશું એક એવી ટુર્નામેન્ટની જેમાં પ્રેક્ષક તરીકે જવું એ દરેક પ્રખ્યાત સેલિબ્રિટીનું સપનું હોય છે.વર્ષોથી આ ટુર્નામેન્ટ એના કડક અનુશાસનથી પ્રખ્યાત છે. જે ખેલાડી અને પ્રેક્ષક બંનેને લાગુ પડે છે. અહીં આવવા માટે ફરજિયાતપણે એનો ડ્રેસકોડ ફોલો કરવો પડે છે. તો ચાલો જાણીએ - ધ ચેમ્પિયનશિપ વિમ્બલ્ડન વિશે;

લેખ વાંચવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/08/29/wimbledon/

વાંચો અને શેર કરજો

#tennis #sports #blogpost #knowledgesharing

Read More

સ્વાતંત્ર્ય દિવસ સ્પેશિયલ મારો લેખ...

સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ચાલો જાણીએ આપણા રાષ્ટ્રગાનની રોચક રચના વિશે.સાથે જાણીશું આ રાષ્ટ્રગાનની રચનામાં કોનું કોનું યોગદાન હતું ?? કઈ રીતે બંગાળી ભાષાનું એક ગીત આઝાદ ભારતનું રાષ્ટ્રગાન બન્યું ?? વગેરે...

રાષ્ટ્રગાનની રોચક વાતો by Vishakha Mothiya

લેખ વાંચવા અહીં લિંક પર ક્લિક કરો - https://webgurjari.com/2026/08/15/intersting-aspects-of-our-national-anthem/

જય ભારત.... આઝાદી દિન અમર રહો 🙌🇮🇳

Special Thanks:-  રાજુલ કૌશિક શાહ - USA અને વેબ ગુર્જરી ટીમ...🇮🇳🙏

Read More

સ્વાતંત્ર્ય દિવસ સ્પેશિયલ...

એકલવીર સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલ મારો લેખ...

#martyrsofindia #patriotic #jaihind

વેબ ગુર્જરી પર પ્રકાશિત થયેલ મારો લેખ....

હાર્પ : આઇરિશ વીણા by Vishakha Mothiya

એક એવા વાજિંત્રની વાત કરીશું, જે રાષ્ટ્રધ્વજમાં સ્થાન પામી ચૂક્યું છે,જે એક દેશનું સત્તાવાર રાષ્ટ્રીય પ્રતીક રહ્યું છે અને આજે પણ તે એ દેશના પાસપોર્ટ,સરકારી દસ્તાવેજોમાં જોવા મળે છે. તો ચાલો જાણીએ: આઇરિશ વીણા તરીકે ઓળખાતા એવા હાર્પ વિશે.

વાંચવા અહીં લિંક પર ક્લિક કરો - https://webgurjari.com/2026/07/14/the-harp/

વાંચો અને શેર કરજો...

ખૂબ ખૂબ આભાર 🙏 રાજુલ કૌશિક શાહ - USA અને વેબ ગુર્જરી ટીમ...

#mustread #knowledgeread #musicalinstruments #informative #amazinginformation

Read More