Quotes by Kamini Shah in Bitesapp read free

Kamini Shah

Kamini Shah

@kamini6601


ધ્યાન ધરી દંભ કરે માંહ્યલો
તેથી જ તો
ઠગભગત કહેવાય બગલો…
-કામિની

સૂરજ પણ આભેથી હવે
મોડો ડોકાય છે
હેમંતની ઠંડક કદાચ તેને
પણ વર્તાય છે…
-કામિની

ક્યાંથી વિસરાય
એ અંધારી રાત
અજવાળી હતી
તેં પ્રીતની વાટ…
-કામિની

અહો! કેવું સરસ નજરાણું
ભુખ્યાં માટે ભર્યું તરભાણું…
-કામિની

ખુમારી પણ કેવી અલ્લડ છે
ભલે લાગતી હોય અણઘડ છે…
-કામિની

નરી નિર્દોષતાથી સ્મિત
ઝળહળે
કાશ! એ બાળપણ
પાછું મળે…
-કામિની

આજ જામ્યો છે મેળાવડો
સખીઓની સંગે
વેરાયો સ્મૃતિઓનો ખજાનો
નિખરતાં રંગે …
-કામિની

સઘળીય ચર્ચાઓ ધારદાર હતી
પણ
અંતે ખામોશીજ અસરદાર રહી…
-કામિની

સવળાં પડશે કે અવળાં
પાસા
નક્કી કરશે કર્મોનાં
પ્યાદાં…
-કામિની

બાળપણની યાદો આજ
ભેગી મળી છે
સ્મૃતિઓનાં ખજાનામાંથી
વેગળી પડી છે…
-કામિની