" દાવ જિંદગીના "
હાવ નોખા છે અને ભાવ નોખા છે.
માણસે માણસે સ્વભાવ નોખા છે.
માનતો હતો કે હું રમું છું જિંદગીથી,
પણ જિંદગીના અહીં દાવ નોખા છે.
બતાવી ના શક્યો હું દાગ આ પીઠના,
એક જ ખંજરના પણ ઘાવ નોખા છે.
કિનારે જે મળ્યાં હતાં, બસ મૃગજળ,
હવે સમજ્યો દરિયાના વહાવ નોખા છે.
સદા એ અમૃતની જેમ વરસતાં રહ્યાં,
પણ ભીતર છૂપા ઝેરના તાવ નોખા છે.
કરવા ગયો જ્યાં સચ્ચાઈનો ખુલાસો,
ત્યાં સમજાયું જૂઠાણાના રાવ નોખા છે.
ખરીદવા નીકળો તો ખબર પડે "વ્યોમ",
કે હરેક બસ્તીમાં વફાના ભાવ નોખા છે.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર