ઓચિંતી એન્ટિક બનેલી વસ્તુઓ!
હવે upi આજે હમણાં જ જોયું કે 10 વર્ષમાં 13હજાર ગણા વધી 24000 કરોડના વ્યવહાર થયા. એટલે હવે હું કે ખાસ કોઈ પાકીટ રાખતું નથી.
પાકીટ એટલે લેધર, શાઈનિંગ, ચાર પાંચ ખાનામાં ક્રેડિટ કાર્ડ્સ, પાંચસો સો ની નોટો ની ગડી, તમારાવાળીનો ને ઇષ્ટદેવ નો ફોટો બધું હવે જરૂરી નથી! ફોટા મોબાઇલ ગેલેરી માં handy, ક્રેડિટ કાર્ડ સ્વાઈપ ને બદલે upi , નોટો તો બહુ ઓછી વપરાય છે. શાકવાળા ને મોચી પાસે પણ QR કોડ સ્કેનનું હોય છે.
મારા હેરડ્રેસર (મને તો વાળંદ શબ્દ જ યાદ આવે) એ એક વાર કહ્યું કે જુના અંકલ લોગ ખિસ્સામાં કાંસકી રાખતા. મેં કાઢીને બતાવી. પછી એ પણ બહાર લઈ જવાની નહીં.
' મેરા જીવન હી મેરા સંદેશ હૈ ' ની જેમ મેરા મોબાઇલ હી મેરી ઘડી હૈ. કોઈને ઘડિયાળ કોસ્ટલી છે એ બતાવવા બાંય ચડાવવી પડે. એવું શું કામ? મોબાઇલ કાઢ્યો ને ટાઇમ જોયો.
પેન પણ કોઈ ચેક સહી કરવા જે ખૂબ ઓછું બને છે, ઉપયોગમાં આવે છે. લખવાનું આખી ને આખી સાત નોવેલ, કેટલીયે વાર્તાઓ બધું મોબાઈલમાં ટાઇપ કરીને. કાગળમાં લખવાનું બહુ ઓછું. હા કોઈ ફોલિયો કે કોઈ ટૂંકા પાસવર્ડ, કોઈનો કામચલાઉ જરૂરી નંબર જેવું છાપાં પર લખીએ. પણ છાપાં પણ કેટલો વખત? અમુક યુવા વર્ગ એપ જ વાંચે છે.
એટલે આ બધી વસ્તુઓ એન્ટિક થઈ ગઈ. હું પોતે પણ હવે એન્ટિક કાકો ગણાઉં.
બકોર પટેલ એક વાર્તા માં" પા ચા પે રૂ" લઈ જવાનું યાદ રાખે છે. પાકીટ, ચાવી પેન રૂમાલ. હવે આમ તો બધે ટિસ્યુ મળતા હોઈ રૂમાલ પણ ફેશન છે. કોઈ બાંકડે કે રિવર ફ્રન્ટ ની પાળે રૂમાલથી જગ્યા ઝાટકી બેસતો જોયો? અમે પત્ની સાથે ક્યાંક ગયા હોઈએ તો સમ ઝાટકીને બેઠા છીએ. એ એન્ટિક મૂવમેન્ટ. ચાવી ઘર કે એક્ટિવા જે કાર ની ખરી. એના પણ પાસવર્ડ ને વોઇસ કમાન્ડ છે તોખરા. હજી સંપૂર્ણ ઉપયોગને વાર છે.
તો જુઓ આ એન્ટિક થઈ રહેલી ચીજો એન્ટિક માણસ ની.