Quotes by SUNIL ANJARIA in Bitesapp read free

SUNIL ANJARIA

SUNIL ANJARIA Matrubharti Verified

@sunilanjaria081256
(1.1m)

#Monkeyબાત
સમુદ્ર મંથન વખતે કઢી અને સંભારો પણ નીકળ્યા હતા - લાલચોળ સંભારો દાનવો ઝુંટવીને લઇ ગયા અને મધુરી કઢી દેવોના ભાગે આવી.

દેવોને અમૃત મળતા દાનવો પણ અમૃતની શોધમાં નીકળ્યા

#હળવાશથી_લેવું #ગાંઠિયાપટ્ટી
હકીકતમાં તો સમુદ્રમંથન વખતે ચા અને ગાંઠિયા નિકળા હતા
ગાંઠિયા દાનવોને મળ્યા પણ હાથીદાંત ધરાવનાર દાનવોને ઢીલા લાગ્યા એટલે નળિયા જેવા બનાવીને આરોગે છે
જ્યારે ચા દેવોને મળી એટલે બિચારા દાનવો ચા જેવુ પાણીથી ભરપૂર પ્રવાહી 4 ચમચી જેટલું 15 રૂપિયામાં વેંચીને સમૃધ્ધ બની રહ્યા છે.

સાચી વાત તો એ છે કે રાહુ અને કેતુ કઢી અને નળિયાના સેવન બાદ જ સુમધુર વણેલા ગાંઠિયા, સંભારો, ચટણી, મરચા માટે દેવો ભેગા બેઠા હતા ને પકડાઈ ગયા.

નારદમુનિએ પીળુ પ્રવાહી દૂરથી બતાવી કહ્યું કે કદાચ આ અમૃત જેવુ છે, ત્યારથી 'કઢી'ને અમૃત સમજી જાપટી રહ્યા છે

પછી નળિયા નીકળ્યા તે એને રાખવાની તો મહાદેવે ય ના પાડી . તેઓ કહે વિષ તો બરોબર છે બાકી આને આય થી લઇ જાવ....,

(શ્રી. બધિર અમદાવાદી ની પોસ્ટ સાભાર.
એમની હ્યુમરસ પોસ્ટ સરસ હોય છે.)
શ્રી. બધિર અમદાવાદી ની ફેસબુક પોસ્ટ સાભાર.

Read More

દશેરા પર RSS ના 100 વર્ષ પૂર્ણ થતાં બોપલ ખાતે ઉજવણીમાં આમંત્રિત તરીકે ગયો હતો.
લાઠીદાવ , ઘોષ ગાન જેમાં શંખ પણ દૂર સુધી સંભળાય એમ તેઓએ ફૂંક્યો, મોટાં ડ્રમ સાથે ચોક્કસ ધૂન સાથે કૂચ, અમુક યોગાસનો, શાખાઓમાં થતી કસરતો, શસ્ત્ર પૂજન અને ડેમો, બાલિકા , કુમારિકા પૂજન ના કાર્યક્રમો નિહાળ્યા.
અમદાવાદ પોલીસ અને RSS ના સહયોગથી ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ ની શિબિર કરે ત્યારે શીખવા નામ લખાવ્યું.
પ્રવચન થયું એમાં સ્પષ્ટ કહેવાસ્યુકે આપણે આપણું સ્વરક્ષણ કરતાં શીખવું અને તે માટે સજ્જ થવું જ પડશે. કુદરતી આપત્તિઓ અને દુર્ઘટનાઓ વખતે તેમની કામગીરી વિશે કહ્યું.
જુઓ વિડિઓ અને ફોટાઓ.

Read More

"તમે બેય જરૂર પધારો".
હમણાં નવરાત્રી માં અમારી જ્ઞાતીના રિવાજ મુજબ બેઠા ગરબા નાં આમંત્રણ તો આવાં હોય જ છે. કોઈ મિત્રને ઘેર પ્રસંગ હોય તો પણ.
આ એક નવું આમંત્રણ (!!)
હું સાથ બોપલ મેરીગોલ્ડ થી આગળ NAYARA પંપ માં પેટ્રોલ ભરાવવા ગયો. વ્હાઇટ બ્લાઉઝ પર કાળો કોટ એ રીતે પહેરેલી કે બસ્ટ ધ્યાન ખેંચે જ, એવી યુવતી માદક સ્મિત લહેરાવતી આવી. મને કહે પેટ્રોલ ભરાવે એને માટે ઇનામની સ્કીમ છે. મેં પૂછ્યું કે પેટ્રોલ કંપની તરફથી? તો કહે હા. એક સ્લીપમાં મારું નામ, ફોન નંબર લખ્યાં. પછી કહે ડ્રો માં આવશે. ત્રીજે જ દિવસે સવારે ફોન આવ્યો વ્યામી વેકેશન નો . કહે કે તમને પસંદ કર્યા છે, ચાર વ્યક્તિ માટે સિલેક્ટ જગ્યાઓ માં થી એક જગ્યાએ 4 દિવસ 5 રાત વેકેશન અથવા અમુક ડિનર અથવા અમુક મોંઘો ડિનર અને ટી સેટ (આવા બે પુત્રોના લગ્નમાં આવેલા પછી એમ જ કોઈને આપી દેવા પડેલા) મળશે.
મેં પૂછ્યું પણ તો એ ત્રણ માંથી કયું? તો કહે અમુક હોટલમાં તમારે તમારી વાઇફ સાથે અમુક દિવસે સાંજે આવવાનું, ત્યાં ડિનર પછી ડ્રો થશે.
મને શંકા ગઈ. એમ તો ખોટું બોલાય નહીં કે એ નથી કે બીજે રહે છે. એ સ્કૂટર થી થોડે દૂર જ બહાર ઉભેલી આ બાઈએ જોયેલી.
કહે કે ના, વાઇફ સાથે જ આવવું.
મેં મઝાક કરી કે કદાચ વાઈફ ને બદલે કોઈ ને લાવું તો? ( એ ભર યુવાનીમાં પણ નથી કર્યું. શક્ય જ નથી મારે માટે.)
તો કહે ના, અમને ખ્યાલ આવી જ જશે કે તમારાં mrs છે.
મેં "હું આવી મોડસ ઓપરેન્ડી જાણું છું, ટ્રેપ માં નહીં આવું " કરી ફોન મૂકી દીધો.
બોપલ પોલીસ સ્ટેશનમાં પણ આવી સ્ત્રી અહીં ફરે છે એનો મેઇલ કર્યો.
આ લોકો ડીનર માટે કોઈ હોટલમાં બોલાવે. કોઈ પણ રીતે તમારી પત્નીને તમારાથી જુદી પાડી દે. તમને એકલા બોલાવી કોઈ રીતે ફસાવે જેમ કે સ્ટેમ્પ પેપર પર લખી દો કે મારું મકાન આ ભાઈને નામે કરું છું અથવા એમને લેવાના નીકળતા પાંચ લાખ આપું છું કે ક્રેડિટ કાર્ડ હોય તો લિમિટ સુધીનું બધું અને બાકી રહે તે આ સ્ટેમ્પ પેપર પર.
તમે પોલીસ ફરિયાદ કે કાયદાકિય કાર્યવાહી કરી શકો નહીં કેમ કે એમના લખાણમાં એવું નીકળે કે તમે જ દેવું કર્યું છે. સહીની ના પાડતા રહો તો તમારી પત્નીને બાનમાં રાખે. ભૂલે ચૂકે છોકરું ભેગું હોય તો એને પણ ગુમ કરી દે.
વાચકો, આવા લેભાગુ લોકો પંપ પર ફરતા હોય છે એનાથી સાવધ રહો.
એક કેમ ન સૂઝ્યું? એ કહે પેટ્રોલ કંપની નો ડ્રો છે તો અંદર ઓફિસમાં જઈ ખાત્રી કરવાનું? ઇન્ડિયન ઓઈલ કે શેલ માં સાચે ડ્રો હોય છે પણ એ દસ લીટર પેટ્રોલ ફ્રી સુધી.
(એ સ્ત્રી આ AI જનરેટેડ ફોટા કરતાં વધુ આકર્ષક હતી. ભરેલા ગાલ. આ છોકરી કરતાં વધુ ભરેલી, ઉપર કહ્યું એમ ઉભાર તો.. હું પણ આ અંકલ જેવો નથી દેખાતો. ઈશ્વર કૃપા.)

Read More

ફુલ કહે છે મને ચૂંટો

પુષ્પ ઊગે છે જ ચૂંટવા માટે.
કળી ખીલે છે જ ખીલવા માટે.

ખીલીને ત્યાં જ કરમાઈ જવું શેં?
એને તો કોઈના હાથે ચૂંટાવું જ છે.

કોમળ હાથે કે પવનથી,
ક્યાંક રમવું છે એને મનથી.

આતુર છે એને કોઈ સુંઘે ને ચૂમે,
ફ્લાવરવાઝની શોભા બની ઝૂમે.

ક્યારેક સુંદરીના અંબોડે કે વાળમાં ઝુલે
નહીં તો તોરણ કે બુકે માં જાય ઘણા મૂલે

નશીબ હોય તે દેવને થાય અર્પણ
પણ આયખું એનું થોડી ક્ષણ.

એ વાણીથી બોલી શકતું નથી,
પણ એને બસ કરમાવું નથી.

રંગ ને સુગંધ થી કહે છે મને તોડો
છોડ પરથી લઈ અનંત સાથે જોડો.
સુનીલ અંજારીયા

Read More

ક્યારેક અમારે બેંક ઓફ બરોડા માં ઓફિસરોએ ભીડ હોય ત્યારે ક્લાર્કનું કામ કરી લેવું પડતું. એ વખતના યુનિક ચેરમેને એને ફ્લેક્સી કાઉન્ટર નામ આપેલું. એમાં કેશ પણ લીધી છે. ઓફિસરોને ફ્લેક્સી કાઉન્ટર કરવા કહીએ તો જલ્દી માનતા નહીં. કોઈ કડકાઈ બતાવી જ નહીં, કરી પણ જાણે એવા ચીફ કે સિનિયર મેનેજરો કરાવી શકતા. પણ ક્લાર્કનું કામ પોતાના કામ સાથે કરવું સહુને ખૂંચતું.

આજે એ જ મારી બેંક ઓફ બરોડામાં ગયો, ફિક્સ રિન્યુ કરાવવા. કંઈક પૂછ્યું તો કાઉન્ટર પર બેઠેલી કન્યાએ હિન્દીમાં જવાબ આપ્યો. એના ઉચ્ચારો પણ હિન્દીભાષી જેવા હતા. મેં પૂછ્યું કે એ ગુજરાત બહાર થી છે? કહે હા. મેં કેડર પૂછી કેમ કે ક્લાર્કસ ને મોટે ભાગે તેમના સ્ટેટ માં જ પોસ્ટિંગ મળે છે. એ કહે ડાયરેક્ટ ઑફિસર ઓન પ્રોબેશન .
હવે પ્રોબ.ઓફિસરે સુપરવાઈઝરી કામ કરતા જવાનું ને શીખતા જવાનું એવું નથી. એને અમુક વખત કાઉન્ટર પર ક્લાર્ક તરીકે જ બેસાડે છે અને એનું કોઈ જુનિયર, JM I નો ઓફિસર ચેક કરતો હોય.
બિચારા હવે તો એન્જિનિયરો , MBA બેન્કમાં ખાસ્સી અઘરી પરીક્ષા પાસ કરી ઓફિસર બને છે એને કાઉન્ટર પર ફિક્સ કોમ્પ્યુટરમાં જોઈ રેટ અને મુદત લખવાના, પાસબુક ભરવાની, એકાઉન્ટ ફોર્મ માં ફોટા લગાવી અમુક ભરવાનું, કેશિયર તરીકે કેશ લઈ મશીનમાં ફરર ફેરવી રિંગ બાંધવાની , એવાં ઘણાં ક્લેરિકલ કામ કરવાં પડે છે, પોતાના કામ સાથે. આ કન્યા મારી ફિક્સ રિન્યુ કરવા સાથે કોઈને મેન્ટેનન્સ માટે પૈસા મોકલવા હોય તો દાદા દાદી ન ચાલે કે એવો લીગલ પોઇન્ટ પણ સમજાવતી હતી, કોઈને બોબ કાર્ડ માટે અમુક માણસ પાસે આઇટી રિટર્ન વગેરે લઈ જવા સમજાવતી હતી. ઓફિસર સાથે ક્લાર્ક નું કામ. કહે 3 મહિના આ રીતે કરવું પડશે.
ગ્રાઉન્ડ રિયાલિટી થી તૈયાર થઈ જાય પણ આમ એમબીએ ને કાઉન્ટર પર બેસી કોમ્પ્યુટરમાં એન્ટ્રી નાખતો જોઈ કશુંક અજુગતું ન લાગે?
(Contingency માં ઠીક પણ સતત એ ક્લાર્ક નું કામ કરે એ ઠીક નથી લાગતું. બાકી કોઈ કામ નાનું નથી. પણ તમે જે મહેનત કરી અમુક અધિકારી માટેના જ કામ કરવા પસંદ થયા છો એને બદલે છેક દૂરથી પોસ્ટિંગ લઈ આવી આ કામ કરાવવાનું?) આ કન્યા રાજસ્થાન ની દિલ્હી તરફની બોર્ડર ના ટાઉન થી આવતી હતી.
આજે ફિક્સ પાછળ નવી પાક્યા તારીખ લખીને કવરમાં આપતી કન્યા વીસેક વર્ષમાં ઇન્દ્રા નુયી , માધવી પુરી બુચ કે અરુંધતી ભટ્ટાચાર્ય (ex ચેરમેન, sbi) બને એવી શુભેચ્છાઓ.

Read More

ચાલો, ફરીએ સાન ફ્રાન્સિસ્કો, ઓટોમેટિક કાર માં. મારા પુત્રે ઓફિસથી હોટલ જવા ટેક્સી બોલાવી. બોલાવો એટલે તમારું એક્ઝેટ લોકેશન મોકલો. ડેસ્ટિનેશન મોકલો. ટેક્સી આવે એટલે આપણી BRTS કે એસ ટી પર લાઈટમાં અક્ષરો ફરે છે એમ નામ ફરે. . એ આવીને નજીક ઊભે એટલે ડ્રાઈવરની બાજુ કે પાછળની સીટમાં બેસી આગળ સ્ટાર્ટ નું બટન દબાવવાનું.
ભૂત ચલાવતું હોય એમ ટેક્સી ચાલે. તમારે સ્ટીયરીંગ ને અડવાનું નહીં. નહીતો ઇમરજન્સી ગણી ઊભી જાય.
ઓટોમેટિક સ્પીડ વધે, ઘટે. એમાં માણસ સ્કેન કરતું રડાર પણ હોય. મલ્હારની કાર ની આગળ ત્રણ કાર, એની આગળ માણસ ક્રોસ કરતો હતો એ કારના રડારમાં આવી ગયું.
એક વખત ઓચિંતું કોઈક વચ્ચે આવ્યું તો કારે એવી કટ મારી કે પુત્રને થયું કે પેલો ઊડ્યો. એની કોણી થી સહેજ જ દૂરથી કાર સાંગોપાંગ નીકળી ગઈ!
આવી એક દિવસ 20, બીજે દિવસે 35 કિમી રાઇડ કરી.
જુઓ વિડિઓ

Read More

પુષ્પ ઊગે છે જ ચૂંટવા માટે.
કળી ખીલે છે જ ખીલવા માટે.
ખીલીને ત્યાં જ કરમાઈ જેવું શેં?
એને તો કોઈના હાથે ચૂંટાવું જ છે.
કોમળ હાથે કે પવનથી,
ક્યાંક રમવું છે એને મનથી.
કાં તો સુંઘો, કાં ફ્લાવરવાઝની શોભા બનાવો..
ક્યારેક સુંદરીના અંબોડે કે વાળમાં ઝુલે
નહીં તો તોરણ કે બુકે માં જાય ઘણા મૂલે
નશીબ હોય તે દેવને થાય અર્પણ
પણ આયખું એનું થોડી ક્ષણ.
એ વાણીથી બોલી શકતું નથી,
રંગ ને સુગંધ થી કહે છે મને તોડો
છોડ પર થી લઈ અનંત સાથે જોડો.
સુનીલ અંજારીયા

Read More

અષાઢ પૂરો થવા આવ્યો પણ અંબર ગાજવાને બદલે તડકો વરસાવે છે. એ ઉપરથી એક હાસ્યરસિક કવિતા બનાવી છે.
અષાઢી સાંજના

અષાઢી સાંજના તડકો લાગે..
તડકો લાગે, ભૂમિ ધગતી લાગે..
અષાઢી સાંજના..
વીરાને ભાલે પરસેવો નીતરે.. રૂમાલ ભીંજે એનો વાંસો નીતરે.. અષાઢી સાંજના..

રસ્તો ધગે જાણે ડામર સળગે, ડામર સળગે આગ ચપ્પલ મૂકે.. અષાઢી સાંજના..

સુકાતાં વૃક્ષો જો પાણી માંગે.. પાણી પાણી.. ગળે ત્રોસ લાગે, અષાઢી સાંજના ..

આભેથી ના કોઈ વાદળ વરસે, હાથ જોડી પેલો ખેડૂત કરગે.. અષાઢી સાંજના..

કાબર, કબૂતર મોર ક્યાં રે બોલે? રહીસહી ઘટાઓમાં એ છાયો ખોળે.. અષાઢી..

પ્રિયા અહીં ક્યાંથી પિયુ જોઈ લાજે.. મીટ માંડે ત્યાંતો તાપ આંખો આંજે.. અષાઢી..

'આવ રે વરસાદ' સહુ સાથે બોલે,
કાળાં વાદળ આ મેઘ તોળે,
'આ આવ્યો' કરતો જો મેઘો ગાજે,
વરસું હમણાં, નહીં મારૂં નામ લાજે.. અષાઢી સાંજના તડકો લાગે.

Read More

બાણશંકરી મંદિર, બેંગલોર. ગઇકાલે બેંગલોર મ્યુનિ દ્વારા નવી શરૂ થયેલ દિવ્યદર્શન ટૂરમાં સવારથી સાંજ જઈ આવ્યો. તેમાં અંતિમ પડાવ આ મંદિર. અત્યંત ભીડભાડ વાળી જગ્યાએ. મંદિરમાં પણ માણસો માય નહીં એટલી ભીડ.
અહીં માતાજી સામે દીવડા પ્રગટાવેલી થાળી ફેરવવાનું ખૂબ મહત્વ છે. કેમ એ ખબર નથી. પાછળ તરફ લંગર કે પ્રસાદ જેવું પણ હતું. હમણાં જ જાણ્યું કે એ દિવડાઓ લીંબુના અડધીયા ની છાલમાં પ્રગટાવેલા હતા અને હોય છે! અમુક મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાર્થના કરવા કે કુંડળીમાં રાહુકાળ હોય એ દરમ્યાન રાહત માટે આ રીતે લીંબુની ફાડમાંથી ગર્ભ કાઢી એમાં તેલના દિવસ પ્રગટાવી અહીં માતાજી સમક્ષ આરતી થાય છે.

ટુરની બીજી જગ્યાઓ પણ સરસ હતી.
અત્યાર પૂરતા એ અંતિમ પડાવ બાણશંકરી મંદિરના જુઓ.
બેંગલોર આવતા ધર્મપ્રેમી કે વયસ્ક લોકો આ BMTC ની દિવ્યદર્શન ટૂર ના લાભ અચુક લે.

Read More

બાણશંકરી મંદિર, બેંગલોર. ગઇકાલે બેંગલોર મ્યુનિ ની સર્વિસ, જે અહીં સારીગે નામ છે તેના દ્વારા નવી શરૂ થયેલ દિવ્યદર્શન ટૂરમાં સવારથી સાંજ જઈ આવ્યો. તેમાં અંતિમ પડાવ આ મંદિર. અત્યંત ભીડભાડ વાળી જગ્યાએ. મંદિરમાં પણ માણસો માય નહીં એટલી ભીડ.
અહીં માતાજી સામે દીવડા પ્રગટાવેલી થાળી ફેરવવાનું ખૂબ મહત્વ છે. કેમ એ ખબર નથી. પાછળ તરફ લંગર કે પ્રસાદ જેવું પણ હતું. હમણાં જ જાણ્યું કે એ દિવડાઓ લીંબુના અડધીયા ની છાલમાં પ્રગટાવેલા હતા અને હોય છે! અમુક મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાર્થના કરવા કે કુંડળીમાં રાહુકાળ હોય એ દરમ્યાન રાહત માટે આ રીતે લીંબુની ફાડમાંથી ગર્ભ કાઢી એમાં તેલના દિવસ પ્રગટાવી અહીં માતાજી સમક્ષ આરતી થાય છે.

ટુરની બીજી જગ્યાઓ પણ સરસ હતી અને અમે વરથુર થી જઈ શકીએ એવી જગ્યાએ ન હતી. બધી દૂરદૂરની. ઇસ્કોન ટેમ્પલ પણ આ ટૂર વસંતનગર માં પ્રમાણમાં નવાં બનેલાં મંદિરે લઈ ગઈ. પેલું હમણાં કહેલું એ દરેક સ્ટેપ પર ઊભી હરે રામ.. હરે કૃષ્ણ.. વગેરે આખો મંત્ર બોલી 20 મિનિટમાં 108 પગલાં જવાનું એ ધતિંગ અહીં ન હતું. દર્શન પણ વધુ સારાં અને મૂર્તિઓ રત્નજડિત હતી.
અત્યાર પૂરતા એ અંતિમ પડાવ બાણશંકરી મંદિરના જુઓ.
બેંગલોર આવતા ધર્મપ્રેમી કે વયસ્ક લોકો આ BMTC ની દિવ્યદર્શન ટૂર ના લાભ અચુક લે.

Read More