પ્રેમ તારે, પ્રેમ ડૂબાડે
ક્યારેક કિનારો બનીને એ તારે છે,
તો ક્યારેક મધદરિયે એ ડૂબાડે છે.
આ પ્રેમ પણ અજીબ ખેલ ખેલે છે,
ક્યારેક હસાવે છે, તો ક્યારેક રડાવે છે.
જ્યારે બને એ જીવવાનું બહાનું,
ત્યારે પથ્થર દિલને પણ એ ઓગાળે છે.
હાથ પકડીને તારું પળભરમાં,
એ જિંદગીના અધરા રસ્તા કાપે છે.
પણ જ્યારે એ બને ઊંડું તોફાન,
ત્યારે શ્વાસની ગતિ પણ એ રોકે છે.
ભરોસાની નાવ જો તૂટી જાય,
તો એ જ પ્રેમ જીવતેજીવ ડૂબાડે છે
-Nidhi.H.Vaja
- vaja Nidhi H