Quotes by वात्सल्य in Bitesapp read free

वात्सल्य

वात्सल्य Matrubharti Verified

@savdanjimakwana3600
(905)

એક દિવસનો પ્યાર સમજો કાં!!જન્મોજનમ સમજો!
આમ એક દિવસમાં શું અનુભવશો આખી
જિંદગીનો બોજો!!!!
- વાત્સલ્ય
- वात्सल्य

Read More

ઉમંગની બજારમાં ઉછાળો આવ્યો એવો વિશ્વ અચંબિત થઇ ગયું !!
પાછું વૈશ્વિક મંદીનું મોજું ફરી વળ્યું ઉમંગની અર્ધી ઉંમરેય બેઠું ન થયું.
આશાના વમળમાં અટવાતી જિંદગી આકાશે ચંદ્રિકા અટુલી થઇ ગઈ,
સંદેશ આ અખબારે અથડાતાં આંખોથી અકારણ આંસુડું ટપકી ગયું.
- વાત્સલ્ય

Read More

*તન તૃપ્ત થાય પણ મન અતૃપ્ત રહી જાય તે પ્યાર નથી.બન્ને ના તન અને મન તદ્રુપ થાય તે સાચો પ્યાર*
- वात्सल्य

આજે તો તારા પર એટલું સરસ કાવ્ય લખ્યું'તું!!!
કાશ !!
ચકલીને તેના માળા માટે એ કાગળની વધુ જરુર હતી.
- વાત્સલ્ય

ફૂલ ને ક્યાં કોઈ ચિંતા!!
હું નહીં તો કોઈ અન્ય એને ચૂંટનાર મળી જશે.
🌺
- वात्सल्य

સહેવું ઘણું હતું!થોડું સહી લીધું,ઘણું સહન કરવાનું બાકી રહી ગયું.
મિત્ર મળી ખરી પરંતુ તે પણ થોડું સહન કરતાં તેનું મન પણ તૃપ્ત થઇ ગયું.
- વાત્સલ્ય

Read More

તમારી અનહદ ખુશી ઇચ્છનારને તમેં ચાહો તો ચાહનાર બન્નેની જિંદગીમાં મળેલી સમયની અમૂલ્ય તક ગુમાવશો નહીં.
- વાત્સલ્ય

Read More

ખાલી ખાલી ઝરમર વરસે ત્યાં શું હું ભીંજાઉં?
વરસી જા ને ઓ વાદળી મારા પર મુશળધાર llllll
. - વાત્સલ્ય

સવારે આંખો ખુલે ત્યાં તું યાદ આવે છે.....
હમણાંથી શું થઇ ગયું છે મને????
કે ભગવાન તને યાદ કરતાં કરતાં
આ વચ્ચે મને કોણ સતાવે?
- વાત્સલ્ય

Read More

તમારા આગમનની આશ માં આ ફૂલો થાકી ઝૂકી ગયાં !
એ તો સમયસર પ્રફુલ્લિત હતાં ત્યાં તમેં મોડાં પડી ગયાં.
- वात्सल्य

Read More