શિયાળાની એક આરામદાયક સાંજે,
મારા વીચારો😊
"ખરેખર, જીવનની સાચી શાંતિ
નાની-નાની પળોમાં જ છુપાયેલી હોય છે.
શિયાળાની ઠંડી સાંજ હોય,
બારીની બહાર શીતળ પવન લહેરાતો હોય,
રૂમમાં ઝીણી કમ્ફર્ટેબલ લાઈટનો મીઠો પ્રકાશ હોય
અને હાથમાં ગરમાગરમ મસાલા ચાનો કપ હોય...
સાથે ગમતું પુસ્તક અને પોચા,નરમ ઓશીકાનો
સાથ હોય, ત્યારે મનને સાચો આરામ મળે છે.
બસ, થોડા ધીમા પડો, ઊંડો શ્વાસ લો અને
આજની આ સુંદર પળને માણી લો;
આવતીકાલની ચિંતાને થોડીવાર માટે થોભાવી દો."
(મારા આ વિચારો આજની ગુલાબી ઠંડીને નામ)
લી. ઢમક