Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(34)

જીવનમાં સુખની ફિલ્મ જોવી હોય તો
દુઃખની જાહેરાત તો જોવી જ પડે
"આર્ય "

ડ્રોન પકોડા 😂😄

મિત્રો આપણે ગુજરાતીમાં કહેવત છે કુવામાં હોય તો
અવાડામાં આવે અને મોરના ઈંડા ને ચીતરવા ના પડે.

માટે આપણા સંતાનો ને આપણે જે કહીએ એ નહીં
પણ આપણે જે કરીએ એનું અનુકરણ વધારે કરે છે.

માટે તમારા સંતાન ને તમે જેવું બનાવવા ઇચ્છતા હોવ પહેલા તમે પોતે એવા બનો. મારા પપ્પા પણ વિષ્ણુ પુરાણ વાંચતા, ભાભી શ્રીમદ ભાગવત ગીતા વાંચતા એટલે મને પણ વાંચવાનો શોખ જાગ્યો.હું 19 વર્ષ ની હતી ત્યાર થી રામાયણ વાંચું છું ઘરમાં ધાર્મિક વાતાવરણ છે એટલે મારી દીકરી આરાધ્યા એ પણ આજથી વાલ્મિકી રામાયણ વાંચવાનું ચાલુ કર્યું માં તરીકે હું બહુ ખુશ છું. કે 11 વર્ષ ની ઉમરમાં રામાયણ પ્રત્યે પ્રેમ છે મારી દીકરીને 🥳જય સીયારામ 🙏🏼
લી. "આર્ય "

Read More