ક્યારેક મનમાં પ્રશ્ન થાય છે.
એ રાવણ ત્રિકાળજ્ઞાની હતા.
શું તેને ખબર નહીં હોય?
એક દિવસ માટીમાં મળી જવાનું છે.
તો પણ અહંકાર
સ્વયં ને ના જાણીને અહમ્ ને પોષણ આપ્યું.
શું સીતાની અવમાનના સાથે જ સુવર્ણની લંકા તેનું કારણ હશે?
જો હોય તો એ સુવર્ણ લંકા કરતા મારી માતૃભૂમિ ની માટી થી બનેલ કાચું ખોરડું ભલે રહ્યું.
કહેવાય છે કે શ્રી કૃષ્ણ એ પણ સોનાની દ્વારિકા નગરી વસાવી હતી.
શ્રી કૃષ્ણ પણ ત્યાં ઝાઝું રાકાયા વિના બસ કૌરવ પાંડવ આંતરકલહ નિવારવા સક્રિય રહ્યા.
યાદવો અંદરોઅંદર દ્રેષ, ઈર્ષા અને અહંકાર થી પિડિત થઈ ને ઝઘડીને મર્યા હતા,
શું ગાંધારીના શ્રાપ સાથે જ તેનું એક કારણ સુવર્ણની કાન્હા વિનાની માયા તો નહીં હોયને?
કાન્હા એ સુવર્ણની દ્વારિકા નેં એમ જ તો સમૃદ્ધ માં ડુબાડી નહીં હોય ને.
એક દિવસ માટીમાં માટી કે રાખ થઈ ને અંતે ભળી જવાનું છે.
એટલું જ કોઈ વાતનો અહંકાર આવતા પહેલા સ્મરણ આવે તો ઘણું જ છે.🦚🦚