Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏બે વ્યક્તિ વચ્ચે સારો "વાર્તાલાપ" તેમના શબ્દોની પસંદગી પર 'નિર્ભર' કરે છે નહીં કે વધુ 'બોલવા' પર.🦚🦚

🔭World telecommunic ation day📞

Read More

જીવનમાં અમુક ભાગ એવો પણ જીવવો પડે છે.
ખુદ રડતાં હોય અને અન્યને ચૂપ કરાવવા પડે છે.

- Parmar Mayur

🙏🙏હંમેશા સૂરજ ઉગવાથી જ 'અજવાળું' થોડું થઈ જાય છે.

ક્યારેક આંખો પર પડેલ પાંપણનો 'પડદો' ખુદ ખોલવો પડે છે.🦚🦚

🕯️International day of light⛅

Read More

🙏🙏ઘડિયાળ એક પરિવાર જેવું છે અને તેમાં આવેલા કાંટાઓ તેનાં સભ્યો સમાન છે.

દરેક એકબીજાની મદદથી પોતાનો તેમજ અન્યનો પણ સમય બદલી કાઢવા સક્ષમ છે.

દરેક કાંટો તેની ક્ષમતા મુજબ આગળ વધે છે પરંતુ પરસ્પર સહયોગ થી એકબીજાને મદદરૂપ થઈને! નહીં કે હરિફાઈ થી બસ પરિવાર પણ ઘડિયાળ જેવું હોવું જોઈએ.🦚🦚

👩‍👩‍👧‍👧International family day 👩‍👩‍👧‍👧

Read More

🙏🙏જે શર્ટને વારંવાર 'થીગડું મારવું પડે' તે શર્ટ તેનું અસલી 'અસ્તિત્વ' ખોઈ બેસે છે.🦚🦚

- Parmar Mayur

લાગણી ઢળે જે બાજું એ બાજુ વસંત હોય છે.
બસ પછી તેને ક્યાં ખબર કે પાનખર હોય છે.

- Parmar Mayur

🙏🙏ક્યારેક ભૂલથી ભૂલ થવી પણ જરૂરી છે.
આપણી કચાશ અને સામેવાળી વ્યકિતની ઉદારતા અને સમજણનો ખ્યાલ સમજાવે છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏હોસ્પિટલમાં હાર્ટએટેક આવવાથી દાખલ દાદીમાને માથે હાથ ફેરવીને નર્સ એટલું જ કહ્યું; કે બા લો પાણી પી લો અને તમે જરાય ચિંતા ના કરશો. તમને જલ્દી સારું થઈ જશે.

બા બોલ્યા,બેટા બસ ઘરમાં કોઈએ આટલું જ કહ્યું હોત તો અત્યારે હોસ્પિટલમાં આવવું ના પડ્યું હોત.🦚🦚

👩🏻‍⚕International Nurse day 👩🏻‍⚕

Read More

🙏🙏મારી માંની ઇરછાઓ પણ કેવી રહસ્યમય જાદુગરી છે.

બસ ઇરછાઓ પુરી થાય તેની ને ત્વરિત બધી જ ખુશીઓ મને મળે છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏'मां' एक अक्षर ही नहीं है पर रिश्तों कि पुरी डिक्शनरी है। 🦚🦚
- Parmar Mayur