I
Love
?
આ પ્રશ્નાર્થ ચિન્હ પર જે કંઇ વ્યક્તિ, વસ્તુ, જ્ઞાતિ,જાતિ કે ધર્મનું નામ આવી શકે છે.
તે ચાહકની ચાહત કે પસંદગી પર નિર્ભર રહ્યુ છે.
હા, એટલું ચોક્કસ કહી શકાય કે જે કંઈ નામ આવે તેનાં પ્રત્યે અનહદ્ પ્રેમ હશે જ.
જો હૃદયપૂર્વક બોલાયેલા શબ્દો હશે તો જ.
અહમ્, અહંકાર,બદલો કે અન્ય કોઈ નકારાત્મક ભાવના ને પોષવા કદી i love ને બખ્તર
બનાવી ઉચ્ચારણ ના હોવું જોઈએ.
I love ( હું ચાહું છું)શબ્દ જ સ્નેહ કે પ્રેમની પરિભાષા ફક્ત અંગ્રેજીમાં સમજાવે છે.
જેનાં પ્રત્યે અનન્ય પ્રેમ ભાવ આપણે બોલીને દર્શાવીએ છે, તેને ફક્ત "I love" કહી દેવાથી પૂર્ણ થઈ જશે ફરજ?
કોઈ વ્યક્તિ માટે આ વિધાન બોલાયેલું છે, તો પછી તે વ્યકિતને ખોટું લાગે કે તેનું ખરાબ થાય તેવું કદી બોલનાર ઇરછી શકશે નહીં.
સો ટકા ગેરંટી સાથે કહ્યું.
જો કોઈ ધર્મ માટે બોલાયેલું છે તો પછી જે પણ ધર્મો માટે બોલાયું છે.
સારું કહેવાય ને!
દરેક વ્યકિતને પોતાના જે માનતા હોય તે ધર્મ પ્રત્યે અનહદ્ પ્રેમ અને માન હોવું જ જોઈએ.
હા, પણ એટલો આદર અને સન્માન અન્ય ધર્મ પ્રત્યે પણ હોવો જોઈએ.
જે પ્રેમથી જ શક્ય છે.
કેમ કે જ્યારે ભિન્ન ભિન્ન ધર્મના લોકો સાથે રહેતા હોય ત્યારે પરસ્પર સમજણ અને સમજુતી થી જ દરેકનાં ધર્મના સાચાં મુખ્ય સિદ્ધાંતો જળવાઈ રહે છે.
ધર્મ પ્રત્યેનો પ્રેમ છે તો પછી તે પ્રેમ કદી આંધળો ના હોવો જોઈએ.
આંધળા વ્યક્તિને દેખાતા અંધકાર કરતાં પણ આંધળો પ્રેમનું આંધળું અનુકરણ વિચારોનાં ગાઢ અંધકાર તરફ દોરે છે.
મારી સમજણ મુજબ તો કોઈ ધર્મે હિંસા શીખવે નહીં.
બસ દરેક ધર્મ સમજે તો.
નહીં તો દરેકને ધર્મના રક્ષણ નાં નામે હિંસા યોગ્ય જ લાગશે.
જો દરેકને દરેકનાં ધર્મ પ્રત્યે i love છે તો સરસ છે પરંતુ અન્ય ધર્મના આદર સાથે હોય તો! નહીં તો નાસ્તિક માણસ ઈશ્વરને સારી રીતે સમજી ગયો છે એવું માણવું રહ્યું.